ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા આજે કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. આજે ચહલ અને ધનશ્રીના છૂટાછેડા પર કોર્ટનો નિર્ણય આવ્યો. આ પહેલા બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી.
આજે જ્યારે યુઝવેન્દ્ર ચહલ કોર્ટ પર પહોંચ્યો ત્યારે ફેન્સનું ધ્યાન તેના ટી-શર્ટ પર ગયું. આ ટી-શર્ટ પર કંઈક એવું લખ્યું હતું જેનાથી ફેન્સને લાગ્યું કે આ ધનશ્રી પર મજાક છે.
આજે ચહલ અને ધનશ્રી વર્મા ચહેરા પર માસ્ક પહેરીને કોર્ટ પહોંચ્યા હતા. ચહલે એક જેકેટ પહેર્યું હતું જે તેના માથાને પણ ઢાંકતું હતું. તેને કોર્ટમાં પોતાનું જેકેટ ઉતાર્યું હશે, કારણ કે જ્યારે તે બહાર આવ્યો ત્યારે જેકેટ તેના હાથમાં હતું. પછી તેના ટી-શર્ટ પર એક મેસેજ જોવા મળ્યો, જેને ફેન્સ ધનશ્રી સાથે જોડી રહ્યા છે.
ચહલના ટી-શર્ટ પર લખેલો મેસેજ થયો વાયરલ
યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર એક સંદેશ લખેલો હતો (be your own sugar daddy), જેનો અર્થ એ છે કે તમારે તમારી જાતને આર્થિક રીતે મજબૂત બનાવવી જોઈએ અને તમારા ખર્ચાઓ માટે બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ. ચહલનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેને ધનશ્રી સાથે જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આનાથી તેને ધનશ્રી પર કટાક્ષ કર્યો છે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માનું સમાધાન
રિપોર્ટ મુજબ યુઝવેન્દ્ર ચહલે છૂટાછેડા પછી ધનશ્રી વર્માને 4 કરોડ 74 લાખ રૂપિયા આપવા સંમતિ આપી છે. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહી રહ્યા છે.
‘સુગર ડેડી’ નો અર્થ શું થાય છે?
‘સુગર ડેડી’ શબ્દ એવા પુરુષ માટે વપરાય છે જે નાની ઉંમરની છોકરી સાથે સંબંધમાં હોય અને તેને આર્થિક રીતે પણ મદદ કરે. આ સામાન્ય સંબંધ કરતાં અલગ છે કારણ કે તેમાં પૈસાનું વધુ મહત્વ છે.


