ભારતના ખૂબ જ લોકપ્રિય અમ્પાયર અનિલ ચૌધરીએ ઈન્ટરનેશનલ અને આઈપીએલમાં અમ્પાયરંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ જાહેરાત પછી, ચૌધરી IPL 2025માં અમ્પાયરિંગ કરતા જોવા મળશે નહીં. તેમણે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન BCCI દ્વારા યોજાયેલી છેલ્લી મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. આ મેચમાં વિદર્ભે કેરળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. તાજેતરમાં એવું પણ બહાર આવ્યું છે કે ચૌધરી આ વખતે કોમેન્ટેટર તરીકે આઈપીએલમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
એમ્પાયર તરીકે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત V/S ઓસ્ટ્રેલિયાી ODI મેચ હતી, જે 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રમાઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમ 66 રનથી વિજયી થઈ હતી. તેમની ઉંમર 60 વર્ષ છે, આ જ તેમની નિવૃત્તિનું કારણ છે. એક મીડિયા રિપોર્ટમાં તેમણે કહ્યું હતુ હવે તેમણે પોતાની અમ્પાયરિંગ કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આગામી સિઝનથી તેઓ કોમેન્ટ્રી કરતા જોવા મળશે.
પોતાના રિટાયર્ડમેન્ટ પર જાણો શું બોલ્યા અનિલ ચૌધરી?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અનિલ ચૌધરીએ કહ્યું, “હું હવે કોમેન્ટ્રીનું કામ કરીશ. આ બધું મારા માટે મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 6 મહિનાથી હું માત્ર કોમેન્ટ્રી કરી રહ્યો છું. મેં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન કોમેન્ટ્રી કરી હતી. મેં ફરીથી રણજી ટ્રોફી ફાઈનલ માટે બ્રેક લીધો. મારા અમ્પાયરિંગ માટે મને ખૂબ સારા રિવ્યુ મળી રહ્યા છે.
અનિલ ચૌધરી IPL ના ઇતિહાસમાં સૌથી અનુભવી અમ્પાયર છે. અત્યાર સુધીમાં તેણે 226 મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે, જેમાંથી તેણે 131 મેચોમાં ઓન-ફીલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવી છે. 21 મેચોમાં ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવી હતી અને બાકીની મેચોમાં ટીવી અમ્પાયરની ભૂમિકા ભજવી હતી.


