IPL ની 18 મી સિઝન પહેલા એક ટીમમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળશે. આ ટીમનો ખેલાડી એક અકસ્માત સામે ઝઝૂમી રહ્યો છે. આ સમયમાં તેને ઝડપથી રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવશે. જો કે ટીમમાં પહેલાથી જ નવા ખેલાડીની એન્ટ્રી થઈ ગઈ છે.
ઈન્ડિયન પ્રમિયર લીગની 18 મી સિઝનની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. પરંતું સિઝનની શરૂઆત પહેલા જ એક ટીમના કેમ્પમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ ટીમનો એક સ્ટાર બોલર ઘાયલ થઈ જવાને કારણે તેને આ સિઝનમાં રમી શકશે નહીં. આ ખેલાડી છેલ્લા થોડા સમયથી અકસ્માતના ઘા સામે ઝઝૂમી રહ્યો છે અને મળતી માહિતી પ્રમાણે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી તેને હજી સુધી ફીટનેસ સર્ટીફીકેટ મળ્યું નથી. જો કે ટીમમાં રિપ્લેસમેન્ટ માટે પહેલેથી જ એક ખેલાડીને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. તેની ફક્ત જાહેરાત કરવાની બાકી છે.
IPL 2025માંથી આ બોલરને હાંકી કઢાશે
મિડીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોહસિન ખાનને લિગામેન્ટમાં ઘા વાગવાથી છેલ્લા ત્રણ મહીનાથી તેમણે કોઈ પણ ક્રિકેટ મેચમાં ભાગ લીધો નથી. જો કે તેમણે લખનૌના સુપર જાયન્ટ્સના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. પરંતું બોલિંગ કરતી વખતે તેમના પગની પીંડીમાં ખેંચ આવી ગઈ હતી. જેના કારણે આ સિઝનમાં તેમનું પાછુ ફરવું મુશ્કેલ થઈ ગયું હતું અને માનવામાં આવે છે કે આઈપીએલ 2025 માં તેઓ રમી શકશે નહીં.
આવામાં ઓક્શનમાં અનસોલ્ડ થયેલા મુંબઈના ઓલરા્ડર શાર્દૂલ ઠાકુરની આઈપીએલમાં એન્ટ્રી થવા જઈ રહી છે. મિડીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે શાર્દૂલ ઠાકુર લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાઈ ગયા છે. એટલું જ નહીં શાર્દૂલ ઠાકુરને પણ આ નિર્ણય વિશે જાણ કરી દેવામાં આવી છે. તે 24 માર્ચે દિલ્હી કેપિટલ્સની સામે સિઝનની પહેલી મેચ માટે વિશાખાપટ્ટનમ પણ જશે.
શાર્દૂલ ઠાકુરને મળશે 2 કરોડ રુપિયા
શાર્દૂલ ઠાકુર આઈપીએલ 2025 ના મેગા ઓક્શનમાં 2 કરોડ રુપિયાની બેસ્ટ પ્રાઈઝ સાથે ઉતાર્યા હતા. પણ એક પણ ટીમે તેની પર બેટ લગાવી નહોતી. આવામાં તેઓ બેઝિક પ્રાઈઝ પર જ ટીમ સાતે જોડાશે. આ આઈપીએલમાં તેમની છઠ્ઠી ટીમ હશે. તેમના વિશે વાત કરીયે તો તેમણે આઈપીએલમાં 95 મેચ રમી છે. આ મેચોમાં તેમણે 9.22 ની ઈકોનોમી સાથે 94 વિકેટ લીધી છે અને 307 રન પણ બનાવ્યા છે.


