ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની પ્રથમ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સિઝનમાં બંને ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી છે. જ્યારે કેકેઆરની કમાન અજિંક્ય રહાણેના હાથમાં છે, ત્યારે આરસીબીની કમાન રજત પાટીદાર સંભાળી રહ્યા છે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી અને સુનીલ નારાયણ વચ્ચેની રોમાંચક ટક્કર પર રહેશે. RCB ટીમ વર્ષ 2019માં કોલકાતાના હોમ ગ્રાઉન્ડ પર જીતી હતી, પરંતુ 2023 અને 2024માં રમાયેલી બંને મેચમાં KKRનો વિજય થયો હતો.
સ્પેન્સર જોન્સને કેકેઆર સાથે ડેબ્યૂ કર્યું હતું
IPL 2025માં મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનને તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે તે RCB સામેની મેચમાં KKRની જર્સીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અગાઉ સ્પેન્સર જોન્સન IPL 2024માં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો.
આ મેચમાં KKR પ્લેઇંગ 11:
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
RCB પ્લેઇંગ 11:
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ (વિકેટકીપર), રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિક દાર સલામ, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.


