IPLની 18મી સીઝન શરૂ થઈ ગઈ છે. તેના ઉદ્ઘાટન સમારોહમાં શ્રેયા ઘોષાલ, દિશા પટણી અને કરણ ઔજલાએ પર્ફોર્મ કર્યું. કિંગ ખાન એટલે કે શાહરૂખે પણ સ્પીચ આપી હતી. અને વિરાટ કોહલી સાથે રમત વિશે વાત કરી. હતી. તમને જણાવી દઈએ કે IPL 18 ની પહેલી મેચ શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને RCB વચ્ચે રમાઇ, પરંતુ શું તમે જાણો છો કે જ્યારે જુહી ચાવલા પણ શાહરૂખ ખાનની સાથે KKR સાથે સંકળાયેલી હતી, ત્યારે તેણે એક વાર કિંગ ખાનને કહ્યું હતું કે કાળો રંગ KKR માટે અશુભ છે.
જ્યારે જૂહીએ કહ્યુ કે કાળો રંગ તો..
2008 માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન જુહી ચાવલા અને શાહરૂખ ખાને તેમની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સાથે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. શરૂઆતનો સમય ટીમ માટે ઘણો મુશ્કેલ હતો, કારણ કે તેમને ઘણી હારનો સામનો કરવો પડ્યો હતો. પછી બે સીઝન પછી જ્યારે ટીમ સંઘર્ષ કરતી રહી, ત્યારે જુહીએ કહ્યું કે ટીમની કાળી જર્સી તેમના માટે ખરાબ નસીબ લાવી રહી હતી.
શાહરૂખ ખાને કેવી આપી પ્રતિક્રિયા ?
“લિવિંગ વિથ કેકેઆર” નામની ડોક્યુમેન્ટરીમાં જુહીના પતિ અને ટીમના સહ-માલિક જય મહેતાએ ખુલાસો કર્યો હતો કે ઘણી મેચ ખરાબ રીતે હાર્યા પછી, જુહીને લાગવા લાગ્યું કે કાળી જર્સી ઉતારવી પડશે. “લિવિંગ વિથ કેકેઆર” નામની ડોક્યુમેન્ટરીમાં લખ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામે સતત હાર બાદ અમે પાછા ફર્યા પછી, જુહીએ અચાનક મને કહ્યું કે હું કાળા રંગ પ્રત્યે અંધશ્રદ્ધાળુ છું અને મને લાગે છે કે કાળો રંગ કેકેઆર માટે અશુભ છે. જ્યારે શાહરૂખ અને જયે આ સાંભળ્યું, ત્યારે તેમની પહેલી પ્રતિક્રિયા હતી કે આ શું બકવાસ છે.
તેનાથી આગળ લખ્યુ કે જુહીએ મને કહ્યું કે મને કાળા રંગથી કંઇક મતલબ હતો. મને લાગ્યુ કે આ રંગ ટીમની એનર્જીમાં યોગદાન નથી આપી રહ્યો. પછી જ્યારે બધુ ખરાબ થવા લાગ્યુ ત્યારે મે કહ્યું કે કાળો રંગ બદલવો પડશે. પછી અમે ટીમની જર્સીનો રંગ વાયોલટ કરી દીધો.
શાહરૂખના ઘરે મીટિંગો થતી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જુહીએ કહ્યું હતું કે તે શરૂઆતથી જ જર્સીના રંગથી ખુશ નહોતી. અમને ક્રિકેટ ફ્રેન્ચાઇઝી ચલાવવા વિશે કંઈ ખબર નહોતી અને મને યાદ છે કે અમે શાહરૂખના ઘરે મીટિંગ માટે જતા હતા જ્યાં જિંગલ બનાવવાથી લઈને તેના યુનિફોર્મ વિશે વિચારવા સુધી બધું જ ઘરમાં જ બધુ નક્કી થતુ હતું.


