By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુડી પડવો : નવ વર્ષને વધાવવાનો દિવસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગુડી પડવો : નવ વર્ષને વધાવવાનો દિવસ

Last updated: 2025/03/27 at 12:31 PM
12 months ago
Share
ગુડી પડવો : નવ વર્ષને વધાવવાનો દિવસ
SHARE

વિક્રમ સંવત પ્રમાણે ચૈત્ર માસના સુદ પક્ષનો પ્રથમ દિવસ ગુડી પડવા તરીકે ઓળખાય છે. તે દિવસે મહારાષ્ટ્રીયન લોકોના નવા વર્ષની શરૂઆત થાય છે. તેમના સંવતને શાલિવાહન શક સંવત કહે છે. ગુડી પડવો ચૈત્ર માસની સુદ એકમે મનાવવામાં આવે છે. તે નવા વર્ષનો પહેલો દિવસ હોય છે, તેથી મહારાષ્ટ્રીયન લોકો મહારાષ્ટ્ર અને દેશ-વિદેશના કોઈ પણ ખૂણામાં વસતા હોય ત્યાં ધૂમધામથી ઊજવે છે. આ દિવસે ગુડી બનાવીને તેની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. ગુડીને પોતાના ઘરના આંગણે, બારી-દરવાજા કે છત પર રાખીને તેની પૂજા કરવામાં આવે છે.

ગુડીને પરંપરાગત વાનગીઓ, શિખંડ અને પૂરણપોળીનો ભોગ ધરાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઘરોમાં જ નહીં, પરંતુ દુકાનો, ઓફિસો અને શો રૂમમાં પણ ગુડી બનાવીને તેનું પૂજન કરાય છે. આ દિવસે લગ્ન, નવા શુભ કામની શરૂઆત કરવા, ઘરેણાં કે નવી સંપત્તિ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

બધા જ લોકો પોતાના નવા વર્ષની શરૂઆત મીઠાઈ ખાઈને કરે છે, જ્યારે ગુડી પડવો એવો તહેવાર છે જેની શરૂઆત કડવું ખાઈને કરવામાં આવે છે. એવું કહેવાય છે કે લીમડાનાં પાન ખાવાથી મનની અંદર રહેલી બધી જ કડવાશ દૂર થાય છે, તેથી પહેંલા લીમડાનાં પાન ખાવાં જોઈએ ત્યાર બાદ મિષ્ટાન્ન ખાઈને નવા વર્ષનું સ્વાગત કરવું જોઈએ. તેનો ગૂઢાર્થ પણ સમજવા જેવો છે. પહેલાં જીવનમાં સંઘર્ષ કરો ત્યાર બાદ જ પરિશ્રમનું મીઠું ફળ મળશે. આયુર્વેદ પ્રમાણે પણ લીમડાના સેવનને હિતકારી માનવામાં આવે છે. ચૈત્ર સુદ એકમે ફસલ (પાક) પાકીને લણવા માટે તૈયાર થઈ ગઈ હોય છે, તેથી સુખ-સમૃદ્ધિની કામના સાથે ભગવાનને વંદન કરીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત હોવાને કારણે પંચાંગનું વાંચન પણ કરવામાં આવે છે.

ગુડી પડવાના દિવસે લોકો વહેલી સવારે સ્નાનાદિકાર્યથી પરવારીને મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે. ગુડી પડવાના દિવસે સૂર્યને અર્ધ્ય, લીમડાનાં પાન, પૂરણપોળી, શિખંડ અને ધજાપૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે. સૂર્યોપાસના સાથે આરોગ્ય, સમૃદ્ધિ અને પવિત્ર આચરણની કામના કરવામાં આવે છે. આ દિવસે ઘરે-ઘરે વિજયના પ્રતીક સ્વરૂપ ગુડી સજાવવામાં આવે છે. રંગોળી પૂરવામાં આવે છે. ગુડીને નૈવેદ્ય ધરાવીને નવદુર્ગા, શ્રીરામ અને હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે.

શા માટે ગુડી પડવો મનાવાય છે?

એક પ્રચલિત કથા એવી છે કે ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના શાલિવાહન શાસક જેનું નામ ગૌતમીપુત્ર સાતકર્ણી છે, તેમણે શક શાસક બહપનને પરાજય આપીને રાજ્યને વિદેશીઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું. આ જ વિજયોપલક્ષ્યમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે. બીજી એક કથા પ્રમાણે ભગવાન શ્રીરામે વાલીના અત્યાચારમાંથી દક્ષિણ ભારતની પ્રજાને મુક્ત કરાવી હતી. વાલીના ત્રાસથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે-ઘરે ઉત્સવની ઉજવણી કરી અને ઘરમાં ગુડી (ધજા) ઓ ફરકાવી હતી, તેથી આજે પણ ઘરના આંગણામાં ગુડીને ઊભી રાખવાની પ્રથા પ્રચલિત છે. આંગણામાં ઊભેલી ગુડી વિજયનો સંદેશ આપે છે. ઘરમાં વાલીનો (આસુરી શક્તિઓનો દૈવી શક્તિએ) નાશ કર્યો તેની તે સૂચક છે.

આ રીતે ગુડી બનાવાય છે

ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. ત્યારબાદ તેને હળદર અને કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હારડા, નાનું કાપડ (મોટાભાગે લીલા રંગનું), ફૂલનો હાર વગેરે સામગ્રીની જરૂર પડે છે. લાકડીના એક છેડે નાના રંગીન કપડાને ફિટ બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના પર લોટાને ઊંધો મૂકી દેવામાં આવે છે. આ ઊંધા મૂકેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવીને હારડાનો હાર પહેરાવવામાં આવે છે. જે રીતે સાડી પહેરાય છે તે જ રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે.

મહારાષ્ટ્ર અને માલાબારમાં આ ઉત્સવ ખાસ રીતે ઊજવવામાં આવે છે. ઘરના દેવગૃહમાં સંપૂર્ણ સાફસફાઈ કરવામાં આવે છે અને ઘરને સજાવવામાં આવે છે. સંવત્સર પ્રતિપદાના આ દિવસે વહેલી સવારે ઊઠીને પોતાની આંખો ખોલીને ગૃહલક્ષ્મીની સાથે પ્રભુનાં દર્શન કરવામાં આવે છે. ઘરની મુખ્ય વ્યક્તિ સંપત્તિ અને ઐશ્વર્યથી સુશોભિત દેવની આરતી ઉતારે છે.

ગુડી પડવો એટલે વિજય પતાકા. ભોગ પર યોગનો વિજય, ભૈરવ પર વિભૂતિનો વિજય અને વિકાસ પર વિચારનો વિજય. મંગળતા અને પવિત્રતાને વાતાવરણમાં સતત પ્રસારિત કરનાર આ ગુડીને ફરકાવનારે આત્મનિરીક્ષણ કરીને એ જોવું જોઈએ કે મારું મન શાંત, સ્થિર અને સાત્ત્વિક બન્યું છે કે નહીં.

ગુડી પડવો એક સંદેશો પણ માનવસમાજને આપે છે કે સૂતેલા કાનોમાં સાંસ્કૃતિક ધ્વનિ ફૂંકવા તથા મૃત માનવના શરીરમાં જીવનનો સંચાર કરવા માટે આજે પણ શાલિવાહનની જરૂર છે. માનવ માત્રમાં ઈશ્વરે એ શક્તિઓનો સંચાર કર્યો છે. માત્ર તેને જાગૃત કરવાની જરૂર છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 5 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?