મ્યાનમારમાં 28 માર્ચ, 2025 શુક્રવારે 7.7 અને 6.4ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ આવ્યા હતા. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે બેંગકોકમાં એક ઊંચી ઇમારત ધરાશાયી થઇ હતી અને સરકારને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત મેટ્રો અને રેલ સેવા પણ બંધ કરવી પડી હતી.
ભૂકંપને કારણે થાઈલેન્ડ અને મ્યાનમારમાં પૂલમાંથી પાણી વહેવા લાગ્યું. એવું કહેવામાં આવ્યું છે કે ઘણી ઇમારતો નાશ પામી છે. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઇમારતોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગભરાયેલા રહેવાસીઓ ગીચ વસ્તીવાળા મધ્ય બેંગકોકમાં બહુમાળી કોન્ડોમિનિયમ અને હોટલની સીડીઓ નીચે દોડી ગયા હતા. લોકોને જાનહાનિ ટાળવા માટે રસ્તા પર રહેવાનું કહેવામાં આવ્યું હતું. લોકોએ સોસિયલ મિડીયા પ્લેટફોર્મ પર ભૂકંપના ભયાનક વિડીયો શેર કર્યા છે. જુઓ આ ભૂકંપની દિલ દહેલાવી દે તેવી દહેશત…
થાઈલેન્ડમાં આવેલા ભૂકંપે રાજધાની બેંગકોકને હચમચાવી નાખી
મ્યાનમારની આ બિલ્ડીંગ અને જાણીતો આવા બ્રિજ ક્ષણ વારમાં જમીનદસ્ત થયો.
પત્તાના મહેલની જેમ બિલ્ડીંગ થઈ ધરાશયી
1200 કિલોમિટર દુર ભૂકંપનું કેન્દ્રબીંદુ હોવા છતા બિલ્ડીંગને હલાવી ગયું.
વિશ્વના સૌથી મોટા વીકેન્ડ માર્કેટ પાસે, ચતુચકમાં એક નવી બહુમાળી ઇમારત બનાવવામાં આવી રહી હતી. જે ખૂબ જ મોટા પાયે ધરાશાયી થઈ ગઈ!
મ્યાનમાર અને થાઇલેન્ડની સરહદ પર આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં બહુમાળી ઇમારતો ધ્રુજી ઉઠી અને બાંધકામ હેઠળની ગગનચુંબી ઇમારતો ધરાશાયી થઈ ગઈ.


