શનિવારે બ્રાઇટન પર 4-3ના પેનલ્ટી શૂટઆઉટ જીતમાં બેલ્જિયમના ગોલકીપર મેટ્ઝ સેલ્સના શાનદાર પ્રદર્શનના કારણે નોટિંઘમ ફોરેસ્ટ 34 વર્ષમાં પ્રથમવાર એફએ કપની સેમિફાઇનલમાં પ્રવેશી ગયું છે.
એમેક્સ સ્ટેડિયમ પર ક્વાર્ટર ફાઇનલ મુકાબલો અતિરિક્ત સમય બાદ 0-0થી બરાબરી પર સમાપ્ત થયાં બાદ સેલ્સને ફોરેસ્ટને વેમ્બલીમાં મોકલવા માટે જોરદાર ભૂમિકા ભજવી હતી. સેલ્સે જૈક હિંશેલવૂડ તથા ડિએગો ગોમેઝના સ્પોટ કીક બચાવી લીધા હતાં. જો કે સામે ફોરેસ્ટના નેકો વિલિયમ્સે અને રયાન યેટ્સે ગોલ કરીને જીત માટે પોતાનં ધૈર્ય જાળવી રાખ્યું હતું. આ સિઝનમાં ક્રમશઃ ચોથા અને પાંચમા રાઉન્ડમાં ત્રીજા સ્તરના એક્સેટર અને ટોચના સ્તરના સંઘર્ષરત ઇપ્સવિચને પરાસ્ત કરવા માટે ફોરેસ્ટને આ શૂટઆઉટની આવશ્યકતા હતી. નૂનો એસ્પિરિટો સેંટોની ટીમ એક શાનદાર સિઝનનો આનંદ લઇ રહી છે, જે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફિકેશન તથા 1991 બાદ પ્રથમ વાર એફએ કપની ફાઇનલમાં પહોંચવા સાથે સમાપ્ત થઇ શકે છે. નૂનોએ વિજય બાદ જણાવ્યું હતું કે તે ખૂબ જ તનાવપૂર્ણ પળો હતી. મેટ્ઝે અમને ફરીતી બચાવ્યા છે તે વાસ્તવમાં સારું પ્રદર્શન હતું. આવું ત્રીજી વાર બન્યું છે અને અમે હંમેશા સફળ રહ્યા છીએ. તેનું શ્રેય પણ તેને જ જાય છે. ફેરેસ્ટે છેલ્લે 1959માં એફએ કપ જીત્યો હતો.


