IPL 2025 ની 12મી મેચમાં, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું. આ મેચમાં હાર બાદ KKRના બેટ્સમેન રમણદીપ સિંહે મેગા ઓક્શન પર સવાલો ઉઠાવ્યા છે.
તેને કહ્યું કે ગયા વર્ષે ટીમે IPLનો ખિતાબ જીત્યા પછી, મેગા ઓક્શનને કારણે તેને પોતાની ટીમ બદલવી પડી. મેચ પછીની એવોર્ડ સેરેમનીમાં બોલતા, રમનદીપે કહ્યું કે ટીમો આ સિઝનમાં હજુ પણ તેમનું યોગ્ય કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરી રહી છે.
નિરાશાજનક છે મેગા ઓક્શન – રમણદીપ
સોમવારે મેચ બાદ રમનદીપે કહ્યું કે ‘મેગા ઓક્શન નિરાશાજનક છે. તમે કોમ્બિનેશન નક્કી કરો છો અને પછી દર ત્રણ વર્ષે તમારે ટીમ બદલવી પડે છે. પણ આ કોઈ બહાનું નથી. ટીમો શક્ય તેટલી વહેલી તકે પોતાનું વિનિંગ કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે અને અમે પણ અમારું વિનિંગ કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દર ત્રણ વર્ષે માત્ર થોડા ખેલાડીઓને જ રિટેન કરવામાં આવે છે. ગયા વર્ષના મેગા ઓક્શનમાં, KKR એ 6 ખેલાડીઓ (4 કેપ્ડ અને 2 અનકેપ્ડ) રિટેન કર્યા હતા અને ટાઈટલ જીત્યા પછી, તેમને ફરીથી એક નવી ટીમ બનાવવી પડી હતી.
KKR ત્રણમાંથી બે મેચ હાર્યું
KKR એ આ સિઝનમાં ત્રણ મેચ રમી છે, જેમાંથી તેને એક જીતી છે અને બે હારી છે. KKR પોતાની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે ઘરઆંગણે હારી ગયું હતું જ્યાં તેમને રજત પાટીદારની આગેવાની હેઠળની ટીમે હરાવ્યું હતું.
ત્યારબાદ ટીમે ગુવાહાટીનો પ્રવાસ કર્યો અને રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું. ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર અને ડેબ્યુટન્ટ અશ્વિની કુમારે પોતાની પેસ બોલિંગથી ડિફેન્ડિંગ ચેમ્પિયનને હચમચાવી નાખતાં મુંબઈ સામે KKRની બેટિંગ પડી ભાંગી હતી.


