ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાના નવા સંબંધની પુષ્ટિ કરી હોય તેવું લાગે છે. આ વાત 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાનની છે જ્યારે ધવન એક મિસ્ટ્રી વુમન સાથે બેઠો જોવા મળ્યો હતો. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાનું નામ સોફી શાઈન છે, જે આયર્લેન્ડની નાગરિક છે.
હાલમાં એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધવનને એક શોમાં તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું હતું. આ ધમાકેદાર ભારતીય બેટ્સમેને તેની ગર્લફ્રેન્ડનું નામ જાહેર કર્યું નથી, પરંતુ વાતચીત દરમિયાન તેને ચોક્કસપણે તેના મ કરી છે.
શિખર ધવને સંબંધોની કરી પુષ્ટિ
આ વાયરલ વીડિયોમાં, જ્યારે શોના હોસ્ટે ધવનને તેની ગર્લફ્રેન્ડનું નામ પૂછ્યું, ત્યારે તેને કહ્યું, “હું હમણાં તેનું નામ જાહેર નહીં કરું, પરંતુ રૂમની સૌથી સુંદર છોકરી મારી ગર્લફ્રેન્ડ છે.” ત્યારબાદ કેમેરાનું ધ્યાન ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ધવન સાથે જોવા મળેલી મહિલા પર જાય છે.”
ધવનના પહેલી પત્ની સાથે થયા છૂટાછેડા
શિખર ધવને આયેશા મુખર્જી સાથે 2012 માં લગ્ન કર્યા. આ સંબંધ એટલા માટે પણ સમાચારમાં હતો કારણ કે આયેશા ધવન કરતા 12 વર્ષ મોટી હતી. આ સંબંધથી તેમને એક પુત્ર છે, જેનો જન્મ ડિસેમ્બર 2014 માં થયો હતો. ધવને પોતાના પુત્રનું નામ ઝોરાવર રાખ્યું હતું. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી, બંનેના છૂટાછેડા થઈ ગયા. ધવનની છૂટાછેડાની અરજી 5 ઓક્ટોબર, 2023 ના રોજ મંજૂર કરવામાં આવી હતી. તેને આયેશા પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.
ધવન તેના પુત્ર ઝોરાવર સાથે કેવી રીતે વાત કરે છે?
શિખર ધવન હવે પોતાના પુત્રને મળી શકતો નથી. તેમને કહ્યું કે કેવી રીતે આધ્યાત્મિકતાએ તેમને તેમના પુત્રનો પરિચય કરાવ્યો. ધવને કહ્યું કે “મારા દીકરાને જોયાને બે વર્ષ થઈ ગયા છે અને તેની સાથે વાત કર્યાને એક વર્ષ થઈ ગયું છે. આ સમય મુશ્કેલ હતો, પરંતુ તમે સંજોગો અનુસાર જીવન જીવવાનું શીખું છું. મને તેની ખૂબ યાદ આવે છે અને હું તેને આધ્યાત્મિકતા દ્વારા મળું છું.”


