ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી, યુઝવેન્દ્ર સિંહ ચહલ આરજે માહવાશને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ છે. જ્યારે ગઈકાલે આરજે માહવાશ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચહલની ટીમ પંજાબ કિંગ્સનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. તેને સ્ટેડિયમની તસવીરો પણ શેર કરી છે અને ચહલ માટે એક ખાસ પોસ્ટમાં પોતાના દિલની વાત લખી છે.
આરજે માહવાશ ચહલની ટીમને સપોર્ટ કરતી મળી જોવા
તમને જણાવી દઈએ કે મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મુલ્લાપુરના ન્યૂ પીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચહલની ટીમ પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. મેચ દરમિયાન, આરજે માહવાશ પણ સ્ટેડિયમમાં ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યો હતો. તે ચહલની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. જે બાદ તેમના અફેરના સમાચારો વધુ તેજ બન્યા છે.
આરજે માહવાશે ચહલ માટે દિલ ખોલીને લખી વાત
સ્ટેડિયમમાંથી ચીયરિંગ કરતી પોતાની તસવીરો શેર કરતી વખતે, આરજે મહવાશે કેપ્શનમાં લખ્યું છે કે “કોઈક જે તમારા લોકોને દરેક સારા અને ખરાબ સમયમાં સપોર્ટ કરે અને તેમની પાછળ ખડકની જેમ ઊભા રહે! અમે બધા તમારા માટે અહીં છીએ.”
આરજે માહવાશે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેને લખ્યું છે કે આ વર્ષે અમે પંજાબ કિંગ્સને સપોર્ટ કરી રહ્યા છીએ કારણ કે અમે મિત્રતા નિભાવીએ છીએ ભાઈ, આ સાથે તેને બેકગ્રાઉન્ડમાં એક ગીત મૂક્યું છે, તુ મેરે હુકમ કા ઈક્કા, તુ હી મેરી ક્રિકેટ કા છક્કા.
આરજે માહવાશે યુઝવેન્દ્ર ચહલ સાથે એક સેલ્ફી પણ શેર કરી છે. જેમાં બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ જોઈને, તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે.
ફેન્સે આપી પ્રતિક્રિયા
ફેન્સ પણ આરજે માહવાશની આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે “ભાઈલોગ ભાભી 2 મળી ગઈ.” બીજા યુઝરે લખ્યું છે કે “ભાભી 2.” જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે “‘હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે.'”


