IPL 2025 માં આજે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને સનરાઈઝર્સ હૈદરાબાદને 246 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો. કેપ્ટન શ્રેયસ ઐયરે 82 રનની શાનદાર ઈનિંગ રમી. તેના સિવાય પ્રભસિમરન સિંહે 42 રન અને પ્રિયાંશ આર્યએ 36 રન બનાવ્યા.
હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે 4 વિકેટ અને ઈશાન મલિંગાને 2 સફળતા મળી. આ મેચમાં એક ખાસ ક્ષણ આવી જ્યારે માર્કસ સ્ટોઈનિસે મોહમ્મદ શમીની એક ઓવરમાં ઝડપી રન બનાવીને દર્શકોને રોમાંચિત કરી દીધા.
છેલ્લી ઓવરમાં તોફાન આવ્યું
માર્કો જેનસેને છેલ્લી ઓવરના પહેલા બોલ પર એક સિંગલ લીધો. આ પછી સ્ટોઈનિસ સ્ટ્રાઈક પર આવ્યો. તેને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને ફક્ત બે રન જ મળ્યા. આ પછી, ત્રીજા બોલ પર તેને ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. આ પછી, તેને ડીપ મિડ-વિકેટ પર ચોથા બોલ પર સિક્સર પણ ફટકારી અને પાંચમાં બોલ પર, તેને લોંગ-ઓન પર છગ્ગો ફટકાર્યો. છેલ્લા બોલ પર, શમીએ ફુલ-ટોસ ફેંક્યો અને સ્ટોઈનિસે ફાઈન-લેગ પર સિક્સર ફટકારી. તેને છેલ્લી ઓવરમાં 27 રન બનાવ્યા.
સ્ટોઈનિસે પોતાની ઊનિંગ વિશે શું કહ્યું
પોતાની ઈનિંગ વિશે વાત કરતા માર્કસ સ્ટોઈનિસે કહ્યું કે “ટીમમાં યોગદાન આપવાનું સારું લાગ્યું. મેં પણ એક નાની પણ ઉપયોગી ભૂમિકા ભજવી. પિચ પર સ્પિન અને બાઉન્સ બંને હતા. અમે સારો સ્કોર બનાવ્યો છે, હવે બધું પાવરપ્લેમાં કેવી રીતે શરૂઆત કરીએ છીએ અને મેચ કેવી રીતે સમાપ્ત કરીએ છીએ તેના પર નિર્ભર રહેશે.”


