અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જોવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે 04ઃ43 વાગ્યે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ 75 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ક્લાઈમેટ ચેન્જ (UNOCHA) અનુસાર, અફઘાનિસ્તાનમાં પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ સહિત કુદરતી આફતો આવારનવાર આવતી છે. UNOCHA એ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપથી ગણા ક્ષેત્રોને નુકસાન થાય છે.
અફધાનિસ્તાનમાં ભયંકર ભૂકંપના આંચકા
રેડ ક્રોસ અનુસાર, અફઘાનિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપનો ઇતિહાસ રહ્યો છે અને હિન્દુકુશ પર્વતમાળા એક ભૂસ્તરીય રીતે સક્રિય પ્રદેશ છે, જ્યાં દર વર્ષે ભૂકંપ આવે છે. અફઘાનિસ્તાન ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચે અનેક ફોલ્ટ લાઇન પર આવેલું છે.
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી, જેને મધ્યમથી ઉચ્ચ તીવ્રતાનો ભૂકંપ માનવામાં આવે છે. જો આ તીવ્રતાનો ભૂકંપ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવે છે, તો તે ભારે નુકસાન પહોંચાડી શકે છે, જોકે આ વખતે અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
આ પહેલા તાજિકિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા બે દિવસમાં મધ્ય એશિયાઈ દેશમાં આ ત્રીજો ભૂકંપ આવ્યો હતો. રવિવારે તાજિકિસ્તાનમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં પહેલા ભૂકંપની તીવ્રતા 6.1 અને બીજા ભૂકંપની તીવ્રતા 3.9 હતી.


