અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ભારત છોડીને લંડનમાં શિફ્ટ થયા છે. તે મામલે હવે સાચુ કારણ બહાર આવ્યુ છે. માધુરી દિક્ષિત અને તેમના પતિ શ્રીરામ નેનેએ આ અંગે જણાવ્યુ છે. તેઓએ પોડકાસ્ટ દરમિયાન વિરુષ્કાના લંડનમાં સ્થાયી થવા અંગે વાતચીત કરી હતી. ડૉ.નેનેએ વધુમાં લગ્ન સંબંધ અંગે પણ વાત કરી હતી.
વિરુષ્કાએ કેમ છોડ્યો દેશ ?
માધુરી દિક્ષિતના પતિ ડૉ.શ્રીરામ નેને એક હેલ્થ એન્ડ વેલફેયર યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. જેમાં તેઓએ પોડકાસ્ટ પર યૂટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાનું સ્વાગત કર્યુ હતુ. આ સંવાદ દરમિયાન તેઓએ વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા કરી હતી. અને સાથે જ ડૉ.નેનેએ અનુષ્કા શર્મા સાથેની વાતચીત પણ યાદ કરી હતી. તેઓ પોતાના બાળકોને બોલીવુડની ચમક-ધમકથી દુર રાખવા માગે છે. તેથી તેઓ લંડનમાં સ્થાયી થઇ રહ્યા છે.
પોડકાસ્ટની વાતો
ડૉ.નેને અમેરિકામાં તબીબ હતા. તેઓએ બોલીવુડની ટોપની અભિનેત્રી માધુરી દિક્ષિત સાથે લગ્ન કર્યા છે. ભારતમાં સ્થાયી થયા બાદ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટીવ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે વિતાવેલા સમયને તેઓએ યાદ કર્યો હતો. અને કહ્યુ હતુ કે, તેઓ પોતાના બાળકોને સામાન્ય માતા-પિતાની જેમ ઉછેરવા માગે છે. તેથી તેઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા છે.


