આ મેચ 2 મેના રોજ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે આ મેચ 38 રનથી જીતી લીધી. મેચ દરમિયાન શુભમન ગિલ ઘણી વખત ગુસ્સામાં જોવા મળ્યો હતો. ખરેખર આ મેચમાં શુભમન ગિલ રન આઉટ થયો હતો.
શુભમન ગિલ અમ્પાયરના નિર્ણય સાથે સહમત ન હતો. મેદાન છોડ્યા પછી, તેને થર્ડ અમ્પાયર સાથે દલીલ કરી. આ પછી, ફિલ્ડિંગ દરમિયાન, તે હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્મા પર ગુસ્સે થતો પણ જોવા મળ્યો.
કેમ ગુસ્સે થયો શુભમન ગિલ?
શુભમન ગિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર બેટિંગ કરી અને 76 રનની શાનદાર ઈનિંગ રમી. પરંતુ જ્યારે તે રન આઉટ થયો ત્યારે તે થર્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ ન લાગ્યો અને તેને પોતાની નારાજગી વ્યક્ત કરી. બાદમાં, જ્યારે હૈદરાબાદ લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું, ત્યારે 14મી ઓવરમાં અભિષેક શર્મા સામે LBW અપીલ પર DRS લેવામાં આવ્યો. થર્ડ અમ્પાયરે અભિષેકને નોટ આઉટ જાહેર કર્યો, જેના પર ગિલ ફરીથી અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે દેખાતો હતો.
આ ઘટના પછી, એક ફની વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અભિષેક શર્મા ઈનિંગ બ્રેક ટાઈમઆઉટ દરમિયાન મેદાન પર બેસીને પાણી પી રહ્યો હતો, પછી ગિલ મજાકમાં તેની પાસે આવ્યો અને તેને પગથી હળવો સ્પર્શ કરીને મજા કરતો જોવા મળ્યો. આ સમય દરમિયાન, ગિલના ચહેરા પર સ્માઈલ હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે મજાક કરી રહ્યો હતો. જ્યારે ગિલ અમ્પાયર સાથે દલીલ કરી રહ્યો હતો, ત્યારે અભિષેકે જ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
GT એ જીતી મેચ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, GT એ શાનદાર બેટિંગ કરી. સાઈ સુદર્શન અને શુભમન ગિલે શાનદાર રમત રમી. જીટીએ 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા. ગુજરાત માટે, સાઈ સુદર્શને 23 બોલમાં 48 રન બનાવ્યા, જ્યારે ગિલે પણ 36 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. આ સિવાય જોસ બટલરે પણ 64 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
લક્ષ્યનો પીછો કરતી વખતે, હૈદરાબાદે 20 ઓવરમાં 186 રન બનાવ્યા. અભિષેક શર્માએ 41 બોલમાં 74 રનની ઈનિંગ રમી. હૈદરાબાદ માટે તેને સૌથી વધુ રન બનાવ્યા.


