IPL 2025ની 54મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ધર્મશાળાના HPCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન પર IPLની ચાલુ સિઝનની આ પહેલી મેચ હશે. પંજાબ કિંગ્સની વાત કરીએ તો, તેમની ટીમે હાલમાં 10 મેચ રમી છે, જેમાંથી તેને 6 મેચ જીતી છે અને 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો, તેને પણ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી તેઓએ 5 જીતી છે અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.


