ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ હવે T20 આંતરરાષ્ટ્રીય મેચ પછી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
આ પછી, દરેકના મનમાં સવાલ એ છે કે શું બંને ખેલાડીઓ BCCI ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ કેટેગરીમાં રહેશે કે નહીં. હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે.
મીડિયા સાથે વાત કરતાં, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી કે રોહિત અને વિરાટ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા છતાં ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ પર રહેશે. બંને દિગ્ગજોએ માત્ર એક અઠવાડિયાના ગાળામાં રમતના સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમને કહ્યું કે ‘વિરાટ અને રોહિત બંને T20 પછી ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરે પછી પણ તેમના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ ચાલુ રહેશે.’ તે હજુ પણ ભારતીય ક્રિકેટનો ભાગ છે અને તેને ગ્રેડ A+ ની બધી સુવિધાઓ મળશે.
શું છે BCCI નો નિયમ?
બીસીસીઆઈની નીતિ મુજબ, રમતના ત્રણેય ફોર્મેટનો ભાગ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક કોન્ટેક્ટ ગ્રેડ A+ આપવામાં આવે છે. પરંતુ રોહિત અને કોહલી 2024 માં વર્લ્ડકપ જીત્યા પછી T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લેશે. ત્યારબાદ બંનેએ આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્ર અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો.
બંને ખેલાડીઓનું આગામી લક્ષ્ય શું છે?
બંને ખેલાડીઓ હવે ODI ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે, જ્યાં બંનેનું લક્ષ્ય 2027 ODI વર્લ્ડકપ જીતવાનું છે. રોહિત આ ટુર્નામેન્ટ જીતવા માંગશે અને 2023 ના ODI વર્લ્ડકપની હારની નિરાશાને પાછળ છોડી દેશે, જ્યાં ટીમને કાંગારૂ ટીમ સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


