અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશોની મુલાકાતે છે. સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત દરમિયાન તેઓ સીરિયાના રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા. આ મુલાકાત ચર્ચાનો વિષય બની હતી. જેનું કારણ ટ્રમ્પ સાથે જોવા મળેલી વ્યક્તિ છે. આ વ્યક્તિ એ છે જેના પર કરોડોનું ઇનામ હતુ. અને ગુનાઓની દુનિયામાં પોતાની મજબૂત ઓળખ ધરાવે છે. અમેરિકાએ તેને આતંકવાદી જાહેર કર્યો હતો. તેના પર 85 કરોડનું ઇનામ રાખ્યું હતુ.
ટ્રમ્પ ત્રણ ગલ્ફ દેશોના પ્રવાસે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ હાલમાં ત્રણ ગલ્ફ દેશોના પ્રવાસે છે. સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે છે. ખાડી દેશોની મુલાકાત દરમિયાન, તેઓ સીરિયાના રાષ્ટ્રપતિ અબુ મોહમ્મદ અલ-જોલાનીને મળ્યા હતા. જે અગાઉ ગુનાઓની દુનિયામાં અહેમદ અલ-શારા તરીકે જાણીતા હતા. જે એક સમયે એક ખતરનાક જેહાદી હતા. જેમણે ઘણા વર્ષો સુધી અમેરિકા સામે યુદ્ધ લડ્યું હતુ.
પ્રવાસ દરમિયાન કોને મળ્યા ટ્રમ્પ ?
જેમને 2013માં અમેરિકાએ જ આતંકવાદી જાહેર કર્યો હતો. તેના પર 85 કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ જ વ્યક્તિ સાથે ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અબુ મોહમ્મદ અલ-જોલાની સાથે છે. જેને જેહાદી આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આ તસવીર અને આ બેઠકની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.
સીરિયામાં અસદ સરકારને તોડી પાડનાર જોલાની હતા
જોલાની એક સમયે અલ-કાયદાના સીરિયન ફ્રન્ટ અલ-નુસરાના નેતા હતા. જોલાનીએ અલ કાયદા સાથે મળીને અમેરિકા અને ઇરાક સામે યુદ્ધ લડ્યું. સીરિયા પાછા ફર્યા અને બશર અલ-અસદની સરકાર સામે ઇસ્લામિક બળવાનું નેતૃત્વ કર્યું. છ મહિના પહેલા, જોલાનીએ સીરિયામાંથી ઈરાન સમર્થિત જૂથોને હાંકી કાઢ્યા હતા. બશર અલ-અસદની સરકાર ઉથલાવી દીધી અને પોતાને સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કર્યા. હવે જોલાની સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. 25 વર્ષમાં પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ અને સીરિયાના રાષ્ટ્રપતિ મળ્યા છે.
જોલાનીએ બેઠક માટે આભાર વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ અલ-શારાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ક્રાઉન પ્રિન્સ અને રાષ્ટ્રપતિ એર્ડોગનનો મળવાની તક આપવા બદલ આભાર માન્યો. રાષ્ટ્રપતિ અલ-શારાએ ઇઝરાયેલ સાથે 1974ના કરાર માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. રાષ્ટ્રપતિ અલ-શારાએ કહ્યું કે સીરિયા પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વેપારને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપશે. તેમણે યુએસ કંપનીઓને સીરિયન તેલ અને ગેસમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે.


