સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને લઈને કડક વલણ અપનાવ્યું છે. આગામી જૂન મહિનામાં સાઉથ આફ્રિકામાં ICC WTC 2025 ફાઈનલ શ્રેણી રમાવાની છે. ત્યારે સાઉથ આફ્રિકાના જે ખેલાડીઓ WTC સ્કવોડનો હિસ્સો છે તેમણે ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ છોડી પરત આવવું પડશે. IPL 2025નો હિસ્સો રહેલા સાઉથ આફ્રિકાના ખેલાડીઓમાંથી કેટલાક પરત ફર્યા છે જ્યારે કેટલાક ખેલાડીઓ આઈપીએલ રમવા માટે ભારતમાં રોકાયા છે. CSA સ્પષ્ટતા કરી છે કે જે ખેલાડીઓ માટે શું મહત્વનું WTC કે IPL તે તેઓ જાતે નક્કી કરે.
ખેલાડીઓને પરત ફરવા તાકીદ
ભારતમાં યુદ્ધ વિરામ બાદ સ્થગિત કરવામાં આવેલ IPL 2025 પુનઃ 17 મેથી શરૂ થવા જઈ રહી છે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓ IPLરમી રહ્યા છે તેમાંથી ઘણા પ્લેઓફ (IPL પ્લેઓફ) સુધી રહી શકશે નહીં. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અંતિમ ટીમમાં પસંદ કરાયેલા તેના ખેલાડીઓને 27 મે સુધીમાં પાછા ફરવા કહ્યું છે. એક મીડિયા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ IPL 2025માં પ્લેઓફ રમી શકે તેની મંજૂરી માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા બોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ CSA આ મામલે કોઈ નરમ વલણ ના દાખવતા પોતાના ખેલાડીઓને પરત ફરો અથવા તો WTC 2025 છોડો તેવું જણાવવામાં આવ્યું. જેના બાદ હવે મોટાભાગના સાઉથ આફ્રિકાના ખેલાડીઓ IPL 2025 પ્લેઓફ રમી શકશે નહીં.
WTCમાં તૈયારી માટે ખેલાડીઓને બોલાવ્યા
જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં 11 જૂનથી લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલ રમવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) તેના ખેલાડીઓને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માગે છે એટલે તેમને તૈયારી માટે પૂરતો સમય મળી રહે માટે ખેલાડીઓને પરત બોલાવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડે જણાવ્યું હતું કે CSA CEO IPL અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. પણ તે પોતાનો નિર્ણય બદલવાના નથી. IPLના લીગ સ્ટેજ રાઉન્ડ મેચ 27 મે સુધી રમાશે અને પ્લેઓફ 29 મેના રોજ ક્વોલિફાયર-1 મેચથી શરૂ થશે. જયારે એલિમિનેટર 30 મે ના રોજ રમાશે. અને ત્યારબાદ ક્વોલિફાયર-2 1 જૂને યોજાશે અને ફાઇનલ મેચ 3 જૂને યોજાશે.
IPL પ્લેઓફમાંથી બહાર SAના ખેલાડીઓ
CSAના નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ IPL ટીમોને 26 મે સુધીમાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરોને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ખેલાડીઓ IPL પ્લેઓફમાં રમી શકશે નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમતા જોવા મળશે. આ ઉપરાંત, BCCI એ પણ સ્પષ્ટતા કરી છે કે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ IPLની બાકીની મેચોમાં રમશે. IPL 2025 માં અલગ અલગ ટીમો વતી રમતા આઠ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને WTC ફાઇનલ્સ ટીમમાં સ્થાન મળ્યું છે. આમાં કાગીસો રબાડા (ગુજરાત ટાઇટન્સ), મોર્કો જાનસેન (પંજાબ કિંગ્સ), એડન માર્કરામ (લખનૌ સુપર જાયન્ટ્સ), કોર્બિન બોશ (મુંબઈ ઇન્ડિયન્સ), રાયન રિકેલ્ટન (મુંબઈ ઇન્ડિયન્સ), વિઆન મુલ્ડર (સનરાઇઝર્સ હૈદરાબાદ), લુંગી ન્ગીડી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (દિલ્હી કેપિટલ્સ)નો સમાવેશ થાય છે.


