IPL 2025ની 61મી મેચ સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ માટે દરેક મેચ કરો યા મરોની સ્થિતિ જેવી હોય છે. ટીમ હૈદરાબાદ સામે મોટા માર્જિનથી જીતીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવા માંગશે. ગયા વર્ષની રનર્સ-અપ સનરાઈઝર્સ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.


