ગુજરાતના ભાવનગર ખાતે તારીખ 26 થી 28 એપ્રિલ 2025ના રોજ આયોજિત પ્રતિષ્ઠિત ખેલ મહાકુંભ-3.0 માં રાજ્ય-સ્તરીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના ધોરણ 10ના વિદ્યાર્થી હેતાંશ પટેલ અને ધોરણ 9ના વિદ્યાર્થી યક્ષ પટેલે ઉમદા પ્રદર્શન કર્યું છે.
2 વિદ્યાર્થિઓનું ઉમદા પ્રદર્શન
અસાધારણ કૌશલ્ય અને ખેલદિલી દર્શાવતા, હેતાંશ પટેલે 50 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે યક્ષ પટેલે 50 મીટર અને 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેમાં તેણે ગોલ્ડ મેડલ જ્યારે 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેનાથી તેમના પરિવાર અને શાળાનું ગૌરવ વધ્યું છે. તેમની પ્રશંસનીય સિદ્ધિઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ બંને વિદ્યાર્થીઓને સ્વિમિંગ ક્ષેત્રમાં તેમના સમર્પણ, મહેનત અને શ્રેષ્ઠતા માટે અભિનંદન આપ્યા છે. જેના લીધે શાળા પરિવારે અને વિદ્યાર્થીના પરિવારમાં ખૂબ જ હર્ષની લાગણી ફેલાઈ છે.


