પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તેમના છઠ્ઠા ખિતાબ પર નજર રાખી રહી છે. IPL 2025 માં, હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની મુંબઈની ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું અને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. એલિમિનેટર મેચમાં તેઓ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
સ્ટાર ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેને એકલા હાથે ટીમ માટે ઘણી મેચો જીતાડી છે. ટીમના એલિમિનેટર મેચ પહેલા, સૂર્યકુમાર યાદવે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેના પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે કરી આ પોસ્ટ
સૂર્યકુમાર યાદવના પિતા અશોક કુમાર યાદવ નિવૃત્ત થઈ ગયા છે. તેઓ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આ ખાસ પ્રસંગે સૂર્યકુમાર યાદવે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી, જેમાં તેમના પિતા અને પરિવાર સાથેના કેટલાક ફોટા શેર કર્યા. તેને એક ઈમોશનલ કેપ્શન પણ લખ્યું. આ પોસ્ટ પર તેમના ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
‘એક મહત્વપૂર્ણ ઈનિંગનો અંત…’
સૂર્યાએ લખ્યું છે કે ‘મારા પહેલા અને હંમેશાના હીરો, રોલ મોડેલ, જીવન માર્ગદર્શક અને માર્ગદર્શક માટે… તમારી મહત્વપૂર્ણ ઈનિંગ્સ સમાપ્ત થઈ ગઈ છે અને તમે હંમેશા દરેક ભૂમિકાને શ્રેષ્ઠતાથી સંભાળી છે.’ એક સામાન્ય માણસ જેને અમને અસાધારણ જીવન આપવામાં કોઈ કસર છોડી નહીં.. ચાલો આજે તમને જણાવીએ કે અમને તમારા અને તમારી સિદ્ધિઓ પર કેટલો ગર્વ છે. પપ્પા, આગામી ઈનિંગ માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે.
પિતાના સપોર્ટથી સૂર્યકુમાર બન્યો એક સફળ ક્રિકેટર
સૂર્યકુમારની ક્રિકેટ કારકિર્દી બનાવવામાં અશોક કુમાર યાદવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શરૂઆતમાં, જ્યારે સૂર્યકુમારે પોતાનો અભ્યાસ છોડી દીધો અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે ઘણા લોકો તેના માતાપિતાને ટોણા મારતા હતા. પરંતુ અશોક યાદવને તેમના પુત્રની પ્રતિભા પર વિશ્વાસ હતો અને તેમને તેને ક્યારેય ક્રિકેટ રમવાથી રોક્યો નહીં. તેમને હંમેશા તેમના પુત્રને સપોર્ટ કર્યો, જેના કારણે સૂર્યા ‘આજે 360 ડિગ્રી’ તરીકે પ્રખ્યાત થયો.
IPL 2025માં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન
IPL 2025માં સૂર્યકુમાર યાદવનું બેટ જોરથી બોલી રહ્યું છે. તેને અત્યાર સુધી રમાયેલી 14 મેચમાં 71.11 ની એવરેજથી 640 રન બનાવ્યા છે. આ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે, જેને સચિન તેંડુલકરનો રેકોર્ડ (2010 માં 618 રન) તોડ્યો છે. તે 167.97 ના સ્ટ્રાઈનક રેટથી વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેને આ સિઝનમાં 5 અડધી સદી પણ ફટકારી છે. મુંબઈનો આ સ્ટાર બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે.


