IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું. આ સાથે, બેંગલુરુ 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પ્રવેશ્યું છે. આ પહેલા RCB એ 2016 માં IPL ની ફાઈનલ મેચ રમી હતી.
આ મેચમાં, આખી પંજાબ ટીમ પહેલા રમતી વખતે 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં, RCB એ 10 ઓવર બાકી રહેતાં જ બમ્પર જીત નોંધાવી.
9 વર્ષ પછી RCBએ ફાઈનલમાં મારી એન્ટ્રી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ છેલ્લે 2016 માં IPL ફાઈનલ રમી હતી. તે પછી, બેંગલુરુ ઘણી વખત પ્લેઓફમાં પહોંચ્યું, પરંતુ ફાઈનલમાં પહોંચી શક્યું નહીં. બેંગલુરુની જીતનો પાયો સુયશ શર્મા અને જોશ હેઝલવુડે નાખ્યો હતો, જેમને 3-3 વિકેટ લીધી હતી. બાકીનું કાર્ય ફિલ સોલ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું, જેને 27 બોલમાં અણનમ 56 રન બનાવ્યા..
બેંગ્લુરુની જીતના 3 સૌથી મોટા હીરો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતના 3 સૌથી મોટા હીરો હતા. કેપ્ટન રજત પાટીદારનો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સુયશ શર્મા અને જોશ હેઝલવુડે સાચો સાબિત કર્યો. સુયશ શર્માએ 3 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી. જોશ હેઝલવુડે પણ ધૂમ મચાવી અને 3.1 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી. તેની ઘાતક બોલિંગનું પરિણામ એ આવ્યું કે પંજાબ તેના હોમ ગ્રાઉન્ડ પર ફક્ત 101 રનના સ્કોર સુધી મર્યાદિત રહી ગયું. જ્યારે બેટિંગનો સમય આવ્યો ત્યારે RCBનો હીરો ફિલ સોલ્ટ હતો, જેને 56 રન બનાવ્યા.
પંજાબ રમશે ક્વોલિફાયર 2
પંજાબ કિંગ્સે પહેલી ક્વોલિફાયર મેચ 8 વિકેટથી હારી ગઈ હોવા છતાં, તેઓ IPL 2025માંથી બહાર નથી થયા. પંજાબને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવવાનો ફાયદો મળશે. હવે પંજાબ કિંગ્સનો મુકાબલો બીજા ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે.


