ક્રિકેટના ચાહકો માટે એક પછી એક અપડેટ સામે આવી રહી છે. IPL 2025 ના અંત પછી, ટીમ ઈન્ડિયા પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ટેસ્ટ મેચના ચાહકો યુવાન ટીમને ઇંગ્લેન્ડના આંગણે રમતા જોશે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય યુવા ખેલાડીઓથી સભર ઈન્ડિયા-A ટીમ ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે મેચ રમશે. આ બે મેચ રમવાથી ભારતીય યુવા ખેલાડીઓ ઈંગ્લેન્ડની પિચ અને ત્યાંનાં હવામાન ને સારી રીતે સમજી શકશે.
આ વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો
ભારતીય ક્રિકેટ ચાહકો માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી એક સારા સમાચાર મળી રહ્યા છે. 30 મેથી યોજાનારી ભારત-એ વિરુદ્ધ ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની મેચ ઈંગ્લેન્ડ ક્રિકેટની વેબસાઇટ ecb.co.uk પર લાઈવ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. આ માટે ભારતીય ક્રિકેટ ચાહકોએ ફક્ત લોગ ઇન કરવાનું રહેશે. આ પછી, તેઓ આ મેચોનો મફતમાં આનંદ માણી શકશે. ઈંગ્લેન્ડની વેબસાઇટ અને ઈંગ્લેન્ડ ક્રિકેટની એપ સિવાય, ભારતમાં ક્યાંય પણ આ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ થશે નહીં.
પહેલી મેચ 30 મેથી શરૂ થશે
પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમતા પહેલા ભારત-એ વિરુદ્ધ ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની પહેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચ આજે એટલે કે 30 મેથી 2 જૂન સુધી રમાશે. આ પછી, બંને ટીમો વચ્ચેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ 6 જૂનથી 9 જૂન સુધી રમાશે.
અભિમન્યુ ઈશ્વરન ટીમના કેપ્ટન છે
યુવા ખેલાડીઓથી ભરચક ઈન્ડિયા-A ટીમના કપ્તાનની કમાન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. સારા પરફોર્મન્સનું હમેશા સારું ફળ મળે છે જે કરુણ નાયરની પસંદગી પરથી સમજી શકાય છે. ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા કરુણ નાયરને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાયરે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ માટે રમતા ખુબજ સારું પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર અને શાર્દુલ ઠાકુરને પણ ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બે બિનસત્તાવાર ટેસ્ટ મેચો માટે ભારત A અને ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ:
ઈન્ડિયા A ટીમઃ અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, નીતિશ કુમાર રેડ્ડી, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, હર્ષિત રાણા, આકાશ દીપ, હર્ષ દૂબ, હર્ષ દૂબ, આકાશ દીપ, મનસુખ કાબુ, ધ્રુવ કુમાર. કોટિયન, તુષાર દેશપાંડે, સરફરાઝ ખાન
ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ: ટોમ હેઈન્સ, બેન મેકકિની, એમિલિયો ગે, જેમ્સ રીવ (વિકેટકીપર/કેપ્ટન), જોર્ડન કોક્સ, અજીત ડેલ, ડેન મૌસલી, રેહાન અહેમદ, જોશ હલ, એડી જેક, ફરહાન અહેમદ, રોકી ફ્લિન્ટોફ, જમાન અખ્તર, હેનરી ક્રોકોમ્બે, મેક્સડન.


