જસપ્રીત બુમરાહ એટલે ક્રિકેટ જગતના સૌથી સફળ બોલર માંથી એક બોલર. બુમરાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની કારકિર્દી, પરિવાર અને અન્ય મુદ્દાઓ બાબતે કઈક એવું નિવેદન આપ્યું જેનાથી ક્રિકેટ રસિકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક પોડકાસ્ટમાં બુમરાહે જે પ્રકારની વાતો કરી છે તેનાથી સાફ સાફ સંકેત મળી રહ્યા છે કે હવે બુમરાહ પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ભારતીય ખેલાડીઓ લઈ રહ્યા છે નિવૃત્તિ
હજી થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટ માંથી રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ક્રિકેટના ચાહકો આ દિગ્ગજોની નિવૃત્તિને પચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હવે એવામાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક વિસ્ફોટક નિવેદન આપીને ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થાય તે પહેલાં, બુમરાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કારકિર્દી કરતાં પરિવાર તેના માટે વધારે જરૂરી છે.
ટીમ ઈન્ડિયાની સૌથી મોટી તાકાત
20 જૂનથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બુમરાહ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી તાકાત સાબિત થશે. આખું ક્રિકેટ જગત બુમરાહને તેની શાનદાર બોલિંગથી ઓળખે છે, ટે એકલા હાથે ટીમને જીત તરફ લઈ જવા માટે સક્ષમ છે. બુમરાહની ફિટનેસ પણ આ બાબતમાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે તેના માટે શ્રેણીની બધી મેચ રમવી કદાચ શક્ય લાગતી નથી. ત્યારે હવે બુમરાહે પોતાના નિવેદનથી સૌને વિચારતા કરી મૂક્યા છે.
કારકિર્દી કરતાં પરિવાર વધુ જરૂરી
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાંથી હાલ મોટા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરીને પરિવાર અને અંગત જીવનને વધારે સમય આપી રહ્યા છે. એવામાં એક પોડકાસ્ટ ચેનલ સાથે પારિવારિક બાબતો પર વાત કરતાં બુમરાહે કહ્યું કે મારા માટે, મારો પરિવાર મારી કારકિર્દી કરતાં વધુ જરૂરી છે કારણ કે તે હમેશા મારી સાથે છે.


