IPL 2025ના સમીકરણો મુજબ ગુજરાત ટાઇટન્સનું પલડું થોડું ભારે લાગી રહ્યું હતું અને એનું કારણ એ હતુંકે IPL 2025ની બંને વચ્ચે આ પહેલા રમાયેલી બે મેચમાં ગુજરાતે બાજી મારી હતી, પરંતુ ગઇકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જીટીના કેપ્ટન શુભમન ગિલે મુંબઈ સામેની મેચમાં ખરાબ પરફોર્મન્સ બાદ ટીમની હારનું કારણ જણાવ્યું.
મુંબઈએ કરી તોફાની બેટિંગ
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક હાઇ વૉલ્ટેજ ડ્રામા મેચ રમાઈ હતી. રોહિત શર્માની તોફાની બેટિંગની મદદથી મુંબઈએ આ મેચમાં ગુજરાતને 20 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, ત્યારે આટલી મહત્વપૂર્ણ મેચમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે મેચમાં થયેલી હાર અંગે મોટો ખુલાસો કર્યો છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલના કહેવા મુજબ મેચમાં સતત ત્રણ કેચ છૂટવાથી આખી મેચ મુંબઈના પક્ષમાં સારી ગઈ કેમકે આમ થવાથી બોલરોની બોલિંગમાં ખરાબ અસર થઈ.
3 કેચ છૂટયા એ મોંઘું પડ્યું
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે એલિમિનેટર મેચમાં થયેલી હાર પર કહ્યું કે ‘ગઈકાલની મેચ ખરા અર્થમાં એક શાનદાર મેચ હતી, ચોક્કસથી અંતની ઓવર તેમના પક્ષમાં નોતી રહી મેચ પર તેની મોટી અસર જોવા મળી પરંતુ તેમ છતાં પણ તે એક શાનદાર મેચ હતી’. હારના કારણો વિશે સ્પષ્ટ રીતે ગિલે કહ્યું કે ‘3 કેચ છોડ્યા પછી, બોલરો માટે મેચને કાબુમાં રાખવી મુશ્કેલ થઈ જાય છે’.
અહીં સુધીની સફરમાં બધા ખેલાડીઓને શ્રેય
શુભમન ગિલે મેચ બાદ આખી ટીમનો આભાર માનતા કહ્યું કે IPL 2025ની આ સફર દરમ્યાન ટીમના દરેક ખેલાડીનો ખુબજ સારો સપોર્ટ રહ્યો. ગિલે વધુમાં કહ્યું કે ‘અહીં સુધીની સફરમાં ટીમના બધા ખેલાડીઓને શ્રેય જાય છે, ખાસ કરીને સાઈએ આ સિઝનમાં ગુજરાત માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું’ ગિલે વધુમાં કહ્યું કે ‘આ પીચ પર 210 રનનો લક્ષ્યાંક પીછો કરી શકાય એમ હતું’.


