IPL 2025 દરમિયાન ગ્લેન મેક્સવલે 2 જૂને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ ઘટનાની થોડી વાર પછી સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી હેનરિક ક્લાસેને પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
હેનરિક ક્લાસેન IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદની આઈપીએલ રેસ પૂર્ણ થઈ ગઈ હતી. હાલમાં હેનરિક ક્લાસેને ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
ક્લાસેને કરી ઈમોશનલ પોસ્ટ
વિકેટકીપર બેટ્સમેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે આ મારા માટે એક દુ:ખદ દિવસ છે કારણકે હું જાહેરાત કરું છે કે હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય લઉં છું. મને આ નક્કી કરવામાં ખૂબ વધારે સમય લાગ્યો કારણ કે મારા અને મારા પરિવાર માટે ભવિષ્ય માટે શું સારું હશે. આ ખરેખર ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો પરંતુ આ સાથે જ હું સંપૂર્ણ સંતુષ્ટ છું.
સ્ટાર ખેલાડીનું આવું રહ્યું છે પ્રદર્શન
આઈપીએલ 2023 અને 2024માં ક્લાસેને હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ આઈપીએલ 2025માં પણ તેને ટીમ માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેને 13 મેચમાં 44.27ની એવરેજ સાથે 487 રન બનાવ્યા, જેમાં 1 સદી સિવાય 4 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેને છેલ્લી મેચમાં કેકેઆર સામે શાનદાર સદીની ઈનિંગ રમી હતી. તેને 39 બોલમાં 105 રન બનાવ્યા હતા.
2018માં કર્યું ડેબ્યૂ
સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી હેનરિક ક્લાસેને વર્ષ 2018માં પહેલી વાર સાઉથ આફ્રિકાના વ્હાઈટ બોલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આના એક વર્ષ પછી વર્ષ 2019માં તેને સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ રમવાની તક મળી. તેના નાના કરિયરમાં ઘણી મોટી સિદ્ધિ હાંસિલ કરી. પરંતુ હવે તેને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
33 વર્ષના ક્લાસેને પ્રોટિયાઝ ટીમ માટે 13ની એવરેજથી 4 ટેસ્ટ મેચમાં 104 રન બનાવ્યા હતા. આ સિવાય તેને 60 વનડેમાં 43.63ની એવરેજ સાથે 2141 રન બનાવ્યા હતા. વનડેમાં તેને 4 સદી અને 11 અડધી સદી ફટકારી છે. તેને 58 T20 મેચમાં 23.25ની એવરેજથી 1000 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 5 અડધી સદી પણ ફટકારી છે.
33 વર્ષનો ક્લાસેન તેની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો હતો. T20 વર્લ્ડકપ 2024માં પણ તેને ફાઈનલમાં ભારત સામે મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. પરંતું તે સાઉથ આફ્રિકાને ફાઈનલ જીતાડી શક્યો નહીં.


