IPL 2025 ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે, જેમાં RCB ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા.
આરસીબીની બેટિંગમાં, વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રનની ઈનિંગ રમી, જ્યારે વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ આ સિઝનમાં પોતાના પ્રદર્શનથી બધાને ઈમ્પ્રેસ કર્યા, તે અંતિમ મેચમાં 10 બોલમાં 24 રનની ઈનિંગ રમ્યો. જીતેશે તેની ટૂંકી ઈનિંગ્સ દરમિયાન એક શોટ રમ્યો જેને બધાને હેરાન કરી દીધા.
જીતેશ શર્માએ મચાવી ધૂમ
ફાઈનલ મેચમાં જ્યારે જીતેશ શર્મા બેટિંગ કરવા આવ્યો ત્યારે RCBનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 131 રન હતો. જીતેશે મેદાન પર આવીને ઝડપથી રન બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો. કાયલ જેમિસનની ઓવરમાં જિતેશે 2 છગ્ગા ફટકાર્યા જેમાં તે 17મી ઓવરના પહેલા બોલ પર સીધો ઊભો રહ્યો જે થોડો ટૂંકો હતો અને અંતે તેને નીચે ઝૂકીને એક સ્કૂપ શોટ રમ્યો જેના પછી બોલ સીધો છગ્ગા માટે ગયો અને આ શોટ જોઈને બધા સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા
જીતેશ શર્માનો આ શોટ જોયા પછી, તે સમયે કોમેન્ટ્રી કરી રહેલા એબી ડી વિલિયર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા, જેમાં તેને કહ્યું કે જીતેશ આ શોટ માટે પહેલાથી જ તૈયાર હતો.
આ સિઝનમાં જીતેશે બનાવ્યા 261 રન
RCB માટે IPL 2025 સીઝનમાં જીતેશ શર્માએ 261 રન બનાવ્યા. જીતેશને કુલ 15 મેચ રમવાની તક મળી જેમાં તેને 11 ઈનિંગ્સમાં બેટિંગ કરી અને 37.29ની એવરેજથી કુલ 261 રન બનાવ્યા. જીતેશના બેટમાંથી અડધી સદીની ઈનિંગ પણ જોવા મળી, આ સિવાય તેનો સ્ટ્રાઈક રેટ 176.35 હતો. જીતેશને મોટાભાગની મેચોમાં ફિનિશરની ભૂમિકા ભજવવાની તક મળી, જેનો તેને પૂરો લાભ લીધો.