By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્રમ્પ અને મસ્ક : બેઉ બળિયા બાથે વળગ્યા…. હવે શું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ અને મસ્ક : બેઉ બળિયા બાથે વળગ્યા…. હવે શું?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/06 at 2:50 PM
10 months ago
Share
ટ્રમ્પ અને મસ્ક : બેઉ બળિયા બાથે વળગ્યા…. હવે શું?
SHARE

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની દોસ્તીમાં પડેલી દરાર હજુ ઘણા રંગ બતાવવાની છે 

ટ્રમ્પ અને મસ્ક એક-બીજા સામે જે શબ્દો વાપરે છે એ બેમાંથી કોઇને શોભે એવા નથી. હું ન હોત તો ટ્રમ્પ જીત્યા ન હોત એવી વાત એલન મસ્કે કરી. ટ્રમ્પથી આ વાત સહન ન થાય એ સ્વાભાવિક છે. ગમે તે કારણે જીત્યા હોય પણ ટ્રમ્પ હવે પ્રેસિડેન્ટ છે. ટ્રમ્પ સાથેની દુશ્મની એલન મસ્કને ભારે પડવાની છે

દોસ્ત જ્યારે સામે પડે છે ત્યારે એ દુશ્મનને પણ સારો કહેવડાવે છે. એનું કારણ એ છે કે, દોસ્ત આપણા તમામ ભેદ જાણતો હોય છે. આપણી આદતોથી માંડીને આપણી દાનતથી એ સારી રીતે વાકેફ હોય છે. ખભે ખભા મિલાવીને ચાલનારો જ્યારે કાંઠલો પકડે ત્યારે દુનિયાને જોણું થતું હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના મિત્ર એલન મસ્ક વચ્ચે બરાબરની જામી છે. આમ તો જાણકારો પહેલેથી કહેતા હતા કે, આ બંનેનું લાંબુ ચાલવાનું નથી. બંનેના ઇગો એવડા મોટા છે કે ટકરાયા વગર રહેવાના જ નહોતા. બંને એ સ્થાને રહ્યા છે જ્યાં તેમનો પડ્યો બોલ ઝીલાય છે. કોઇને જવાબ આપવાનું બંનેને ફાવ્યું જ નથી.

પોતાને ગમે એવા નિર્ણયો કરવા માટે બંને જાણીતા છે. આવા સંજોગોમાં ટકરાવ થવાનો જ હતો. અમેરિકા સહિત આખી દુનિયામાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ જ છે કે, હવે આ બંને વચ્ચેનો વિવાદ ક્યાં સુધી પહોંચશે? ડોનાલ્ડ ટ્રમ્પનું તો ખાસ કંઇ બગડી જવાનું નથી, એલન મસ્કને તેના કારણે કેટલો ફટકો પડશે? એલન મસ્કની કંપનીના શેર ડાઉન ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, હું મસ્કથી બહુ નિરાશ છું. મેં તેને ઘણી મદદ કરી છે. એલન અને મારા વચ્ચે સારા સંબંધો રહ્યા છે. મને ખબર નથી કે, ભવિષ્યમાં એવા સંબંધો રહેશે કે કેમ? ટ્રમ્પની આ વાત પછી એવી ચર્ચા થઇ રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ એલન મસ્કને બતાવી દેવાના જ છે કે, મારી સામે પડવાનું પરિણામ કેવું આવે છે!

મસ્કે સૌથી વધુ ડોનેશન ટ્રમ્પની પાર્ટીને આપ્યું હતું

અમેરિકાની ચૂંટણી વખતે એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે એ પણ નહોતું વિચાર્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ હારી જશે તો મને પ્રોબ્લેમ થશે. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે રિપબ્લિકન પાર્ટીને સૌથી વધુ એટલે કે, 25 કરોડ ડોલરનું ડોનેશન આપ્યું હતું. એ પછી બંનેની દોસ્તી ગાઢ બની હતી. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી તેમણે એલન મસ્કને ડીઓજીઇ એટલે કે ડિપોર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડાની જવાબદારી સોંપી હતી. તેનું કામ અમેરિકન સરકારના ખોટા ખર્ચા ઘટાડવાનું હતું. મસ્કનું આ કામ પણ વિવાદોમાં રહ્યું છે. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના બજેટ બિલ સામે નારાજગી વ્યક્ત કરી ત્યારથી બંને વચ્ચે પ્રોબ્લેમ શરૂ થયા હતા. મસ્કે બજેટ બિલ વિશે કહ્યું હતું કે, આ બિલથી નુકશાન જશે. આ બિલ ખર્ચ ઘટાડવાના ઉદ્દેશને નબળો પાડે છે. એલન મસ્કે ત્યાં સુધીની વાત કરી દીધી કે, મને બિલ મુદ્દે વિશ્વાસમાં લેવાયો નહોતો.

ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે પણ એલન મસ્કને વિવાદો થતા રહ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન હોય કે સંરક્ષણ પ્રધાન, મસ્ક કોઇને કંઇ સમજતા જ નહોતા. અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો વિશે તેમણે ત્યાં સુધીની વાતો કરી હતી કે, તેઓ ટેલિવિઝન પર જ સારા લાગે છે. વાત એવી હતી કે, ખર્ચ ઘટાડવા માટે એલન મસ્કે વિદેશ વિભાગમાં કર્મચારીઓ ઓછા કરવાનો પ્રયાસ કર્યો હતો. માર્કો રૂબિયોએ એ થવા દીધું નહોતું. માત્ર માર્કો રૂબિયોની જ વાત નથી, દરેક પ્રધાન એવું ઇચ્છતા હતા કે, એલન મસ્ક અમારા વિભાગમાં ચંચૂપાત કરવાનું બંધ કરે. એલન મસ્કે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓની છૂટા કરવાની જાહેરાત કરી એ પછી અમેરિકામાં દેખાવો થયા હતા. ધીમે ધીમે એલન મસ્ક પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માથાનો દુખાવો બનવા લાગ્યા હતા.

એલન મસ્ક દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ પૈકીના એક છે, તેના સપના બહુ ઊંચા છે. એલન મસ્કને એમ હતું કે, હવે સરકાર આપણી છે એટલે આપણું ધાર્યું થશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા ઉદ્યોગપતિઓને પણ સાચવવા પડે એમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વિકસાવવા માટે શરૂ કરેલો પાંચસો અબજ ડોલર એટલે કે અંદાજે 43 લાખ કરોડ રૂપિયાનો સ્ટારગેટ પ્રોજેક્ટ એલન મસ્કના વિરોધીઓ ચેટ જીપીટી બનાવનાર ઓપનએઆઇ કંપનીના સેમ ઓલ્ટમેન, ઓરેકલ અને સોફ્ટબેંકને સોંપી દીધો હતો. એ વખતે પણ એલન મસ્કનો ગરાસ લૂંટાઇ ગયો હતો.

એલન મસ્કની દાનત એવી હતી કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોઇ મહત્ત્વના આર્થિક નિર્ણયો લે એ પહેલા તેમની સલાહ લે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કર્યું નહીં. ટ્રમ્પ જો એવું કરે તો તેના સાથીઓ જ નારાજ થાય એવી સ્થિતિ સર્જાઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકારોએ ટ્રમ્પને એવી સલાહ આપી હતી કે, એલન મસ્ક સાથે સેફ ડિસ્ટન્સ રાખજો. એલન મસ્ક પોતાના છોકરાઓને લઇને વ્હાઇટ હાઉસમાં આંટાફેરા કરવા લાગ્યા હતા. જ્યાં જે શોભતું હોય એ જ શોભે. બધે તમે તમારું મન થાય એમ ન કરી શકો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક સામસામે આવી ગયા છે ત્યારે વાત ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું રહેશે. હજુ તો આ શરૂઆત છે, વાત વણસવાની છે!

ડોનાલ્ડ ટ્રમ્પની ફિતરત : હું જે કરું એ જ સાચું અને એ જ સર્વોપરી

અમેરિકાના પ્રેસિડેન્ટની ગણના દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે થાય છે. એનો પોતાનો દબદબો હોય છે. એનું ધાર્યું થાય છે એવું કહીએ તો પણ જરાયે વધુ પડતું નથી. પ્રેસિડેન્ટ પાસે એક લેવલની મેચ્યોરિટીની અપેક્ષા રાખવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુદી માટીના માણસ છે. માનસશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સાયકોલોજિકલ સ્ટડીનો મોટો કેસ છે. તે ધમકીની ભાષા વાપરે છે અને હું કહું એ જ સાચું અને એ જ સારું એવું સ્પષ્ટપણે માને છે. ટ્રમ્પ નસીબના બળિયા છે. એક વખત હારી ગયા પછી પણ બીજી વખત તેઓ પ્રેસિડેન્ટ બન્યા છે. બે બે વખત જીવલેણ હુમલાથી તેઓ બચ્યા છે.

એક વખત તો ગોળી કાનને અડીને પસાર થઇ ગઇ હતી. અણી ચૂક્યો સો વર્ષ જીવે એવું આપણે ત્યાં કહેવાતું રહ્યું છે. અનેક કેસો ચાલ્યા હોવા છતાં તેઓ હેમખેમ પાર ઉતર્યા છે. ટ્રમ્પ એવી વ્યક્તિ છે જેને કોઇ કંટ્રોલ કરી શકતું નથી. કોઇ તેની સામે બોલે એ તેમને પસંદ નથી. અમેરિકાના મિત્ર દેશો સાથે પણ તેમણે ન કરવા જેવું વર્તન કર્યું છે. ટ્રમ્પ મનમાં આવે એ બોલી જાય છે. ખોટું બોલતા કે બોલીને ફરી જતા પણ તેમને સંકોચ થતો નથી. દુનિયાને જે કહેવું હોય એ કહે, એ પોતે જ બધી વાતોની ક્રેડિટ લઇ લે છે. ટ્રમ્પની દરેક વાતમાં હું અને મેં એ કેન્દ્રસ્થાને હોય છે. ટ્રમ્પના વાણી વર્તનમાં કોઇ ફેર પડે એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 4 days ago
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?