ઈચાન અને ઈઝરાયલ વચ્ચનો તણાવ હવે હુમલાઓમાં બદલાઈ ગયો છે. શુક્રવારે સવારે ઈઝરાયલે ઈરાનના સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં રાજધાની તેહરાન સહિત મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ તમામની વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર કરવામાં આવેલા ઈઝરાયલી હુમલામાં અમેરિકાની કોઈ ભાગીદારી નથી. આ કાર્યવાહી ઈઝરાયલે જાતે જ કરી છે. અમેરિકાને તેનું કોઈ સમર્થન નથી.
માર્કો રુબિયાએ જણાવ્યું હતું કે, આજ રાત્રે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકા આ હુમાલામાં શામેલ નથી. અમારી સૌથી મોટી પ્રાથમિકતા આ ત્રેત્રમાં હાજર રહેલા સૌનિકોની સુરક્ષા છે. તેમણએ આગળ જણાવ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ઈરાને અમેરિકાના લોકો કે હિતોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.
ઈરાનના સર્વોચ્ચ નેતાએ શું કહ્યું?
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામનેઈએ કહ્યું કે ઈઝરાયલે ઈરાનની ધરતી પર જે હુમલો કર્યો છે તેને તેની સજા ભોગવવી પડશે. ઈરાનની ન્યૂઝ એજન્સી IRNAને ખામનેઈનું નિવેદન જાહેર કરતા એ વાતની પૃષ્ટિ કરી છે કે આ હુમલામાં ઈરાનના ઘણા સૈનિકો અને સૈન્યના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોના મોત નિપજ્યા છે. તેમણએ જણાવ્યું છે કે અમારા દેશ પર કરવામાં આવેલા આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ છે.