By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    20 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર

Last updated: 2025/06/19 at 7:33 AM
9 months ago
Share
દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
SHARE

ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે સાચે જ સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો ઉત્તરાખંડ સૌથી સુંદર જગ્યા છે. ઉત્તરાખંડને દેવોની ભૂમિ એટલા માટે કહેવામાં આવે છે કે, અહીં હિન્દુ દેવ-દેવીઓનાં અનેક મંદિર આવેલાં છે.

પુરાણો અને અન્ય શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દેવભૂમિ એટલે કે, ઉત્તરાખંડનું નિર્માણ દેવતાઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. અહીં મોટાભાગનાં દેવી-દેવતાઓનાં પ્રાચીન-અર્વાચીન મંદિરો તમને ચોક્કસથી જોવા મળશે. આશ્ચર્યની વાત એ છે કે, અહીં ભગવાન કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરુગન)નું મંદિર પણ અહીં જોવા મળે છે. સામાન્ય રીતે ભગવાન કાર્તિકેયનાં ઘણાં મંદિર દક્ષિણ ભારતમાં જોવા મળે છે, પરંતુ ઉત્તરાખંડમાં ભગવાન કાર્તિકેય (કાર્તિક સ્વામી)નું પણ મંદિર છે અને તેમના દર્શનાર્થે માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ તેમની અપાર શ્રદ્ધા સાથે આવે છે.

કાર્તિક સ્વામી મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે, જે રુદ્રપ્રયાગ-પોખરી રોડ પર કનકચોરી ગામની પાસે અંદાજિત ૩050 મીટરની ઊંચાઇ પર ક્રૌંચ નામના પહાડ પર આવેલું છે. આ મંદિર ભગવાન શિવજીના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે. આ મંદિરને લઇને આશ્ચર્યની વાત એ છે કે, ઉત્તર ભારતનું આ એકમાત્ર કાર્તિકેય મંદિર છે, જેમાં ભગવાન કાર્તિકેય બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. અહીં કાર્તિકેયના બાળ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિર બસ્સો વર્ષ કરતાં પણ જૂનું હોવાનું માનવામાં આવે છે.

ભગવાન કાર્તિકેયની હાર થઇ હતી

હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અને પૌરાણિક શાસ્ત્રોમાં જણાવેલી એક કથા પ્રમાણે એકવાર ભગવાન શિવજી પોતાના બંને પુત્ર કાર્તિકેય અને ગણેશજીની પરીક્ષા લેવાનું વિચારે છે. તેઓ તેમને બંનેને પોતાની પાસે બોલાવે છે. ભગવાન શિવજી કાર્તિકેય અને ગણેશજીને કહે છે કે, તમારા બંનેમાંથી જે સૌથી પહેલાં સમગ્ર બ્રહ્માંડનું ચક્કર લગાવીને મારી પાસે આવશે તેની પૂજા સમસ્ત દેવી-દેવતાઓમાં સૌથી પહેલાં કરવામાં આવશે.

પિતાજીની વાત સાંભળીને કાર્તિકેય અને ગણેશજી તેમને પ્રણામ કરીને ચક્કર લગાવવા નીકળી પડે છે. કાર્તિકેય તો સમગ્ર બ્રહ્માંડનું ચક્કર લગાવવા નીકળી પડે છે, પરંતુ ગણેશજી ત્યાં જ ઊભા રહે છે અને માતા પાર્વતી અને પિતા શિવજીની ફરતે ચક્કર લગાવવાનું શરૂ કરી દે છે. આ જોઇને માતા પાર્વતી અને ભગવાન શિવજીના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે. ત્યારબાદ ગણેશજી તેમનાં માતા-પિતાને પ્રણામ કરીને કહે છે કે, તમે જ મારું સમગ્ર બ્રહ્માંડ છો, તેથી મેં તમારી જ ફરતે પ્રદક્ષિણા કરી લીધી. ગણેશજીના આ જવાબથી માતા પાર્વતી અને ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલાં દેવી-દેવતાઓ સૌથી પહેલાં ગણેશજીની પૂજા-અર્ચના કરશે.

હવે જ્યારે કાર્તિકેયને પોતે હારી ગયા છે એવો ભાસ થવા લાગે છે ત્યારે તેઓ ક્રોધિત થાય છે અને પોતાના શરીરનું માંસ માતા-પિતાનાં ચરણોમાં સમર્પિત કરીને માત્ર હાડકાંઓ લઇને ક્રૌંચ પર્વત પર ચાલ્યા જાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન કાર્તિકેયનાં અસ્થિઓ આજે પણ આ મંદિરમાં જોવા મળે છે, જેની પૂજા લાખો શ્રદ્ધાળુઓ કરે છે. ભગવાન કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકેયની મુખ્ય ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

મંદિરમાં ઉજવાતા તહેવારો

અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારો ઊજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને કારતક મહિનાની પૂનમે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવે છે. જે માટે આસપાસનાં રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં જૂન મહિનામાં મોટો યજ્ઞ પણ કરવામાં આવે છે તેમજ વૈકુંઠ ચતુર્દશી પર બે દિવસનો મોટો મેળો પણ યોજવામાં આવે છે. કારતક પૂનમના દિવસે અહીં શ્રદ્ધાળુઓ અને દંપતીઓ સંતાન માટે દીપદાન પણ કરે છે.

કાર્તિક સ્વામી મંદિરની માન્યતા

આ મંદિર વિશે એવી લોકમાન્યતા છે કે, જે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં ઘંટડી બાધે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરમાં દર્શન કરવા જતા દૂરથી જ તમને અલગ અલગ આકારની ઘંટડીઓ જોવા મળે છે. મુખ્ય સડકથી મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે પગથિયાં ચડવાં પડે છે. આ મંદિરની સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.

કેવી રીતે પહોંચશો?

કાર્તિક સ્વામી મંદિર પહોંચવા માટે ટ્રેન, બસ અને ફ્લાઇટ ત્રણેય સેવાઓ ઉપલબ્ધ છે. જોકે, આ ત્રણેય સેવામાં બસ અને ટ્રેનની સેવા ઉત્તમ સાબિત થાય છે. આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લાથી અંદાજિત ૩8થી 40 કિમીના અંતરે કનકચોરી ગામમાં આવેલું છે, જે માટે બસસેવાઓ ઉપસ્થિત છે. આ માટે તમારે રુદ્રપ્રયાગથી પોખરી માર્ગ સુધી જતી બસ લેવી પડે છે, જે કનકચોરી ગામમાં પહોંચાડે છે. કનકચોરી ગામથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે કાર્તિક સ્વામી મંદિર આવે છે. જો તમે ફ્લાઇટ મારફતે અહીં આવવા માંગતા હોવ તો રુદ્રપ્રયાગથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે, જે મંદિરથી અંદાજિત 155થી 160 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટથી ખાનગી કે સરકારી વાહનો દ્વારા તમે કાર્તિક સ્વામી મંદિર પહોંચી શકો છો. તેમજ રુદ્રપ્રયાગની નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે, જે રુદ્રપ્રયાગથી અંદાજિત 140 કિમીના અંતરે આવેલું છે. અહીંથી તમે ખાનગી કે સરકારી વાહનો દ્વારા મંદિર સુધી પહોંચી શકો છો.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 7 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?