આરોગ્ય તંદુરસ્ત હોય તો વ્યક્તિ કોઈપણ સાહસિક કાર્ય કરી શકે છે. જયારે વારંવાર તાવ જેવી સામાન્ય બીમારી વ્યક્તિના વિકાસમાં અવરોધ બને છે. એટલે આજકાલ લોકો ફિટનેસ જાળવવા વિવિધ પ્રયોગ કરતા હોય છે. ભારતના રસોડામાં જ કેટલીક ઔષધિઓ રહેલી છે જે પાચન, વજન ઘટાડવા અને બ્લડ સુગર જેવી સમસ્યામાં રાહત આપે છે. મોટાભાગના આર્યુવેદ ઉપચારમાં સવારે ખાલી પેટે સેવન કરવાની હેલ્થ એક્સપર્ટ સલાહ આપે છે.
સ્વાસ્થ્યની જરૂરિયાતો મુજબ કરવું સેવન
ત્યારે ફિટેનસ ફાઈન રાખવા સવારે ખાલી પેટે જીરું પાણી કે વરિયાળીનું પાણી કોનું સેવન કરવું તેને લઈને મૂંઝવણ રહે છે. હેલ્થ એક્સપર્ટે જીરું પાણી અને વરિયાળીનું પાણીને લઈને સ્પષ્ટતા કરી કે કોના માટે આ પીણું ફાયદાકરક છે અને કોના માટે નુકસાનકારક. જીરું અને વરિયાળીના પાણી આ બંનેમાંથી સવારે ખાલી પેટે કોનું સેવન કરવું તે દરેકની શરીરની પ્રકૃતિ અને સ્વાસ્થ્યની જરૂરિયાતો પર આધાર રાખે છે.
હેલ્થ એક્સપર્ટની સલાહ
વરિયાળીનું પાણી: વરિયાળીના પાણીથી એસિડિટીમાં છુટકારો મળે છે. તેમજ આ પાણીનું સેવન તણાવ ઓછો કરવા અથવા પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત વરિયાળીના પાણીથી ભૂખ ઓછી લાગતા ચયાપચય વધે છે. આમ, આ પાણી વજન ઘટાડવા માટેનું બેસ્ટ ડ્રિંકસ છે. તેમજ મહિલાઓને માસિક સંબંધિત સમસ્યા અને ત્વચાની સમસ્યામાં વરિયાળી સાથે, દ્રાક્ષ અને સાકરનું સેવન ફાયદાકારક છે. જ્યારે આ જ વરિયાળીનું પાણી સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે નુકસાનકારક બની શકે છે.
જીરું પાણી : કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં જીરું પાણી વધુ સારું હોઈ શકે છે. જીરાના પાણીમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. જે મેટાસ્ટેસિસની પ્રક્રિયાને ધીમી કરીને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત પાચનમાં સુધારો, મેટાબોલિઝ્મ બૂસ્ટ, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને બ્લડ સુગર કંટ્રોલ કરવા આ પાણીનું સેવન લાભદાયી છે. પરંતુ વધુ માત્રામાં આ પાણીનું સેવન સગર્ભા સ્ત્રીઓ અને લિવર માટે નુકસાનકારક માનવામાં આવે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


