આજે દુનિયાએ પણ સ્વીકાર્યું છે કે યોગ કરવાથી શરીરને અઢળક લાભ થાય છે. શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ રહેવા યોગ વધુ શ્રેષ્ઠ છે. યોગ કરવાનો હેતુ શરીરને સંતુલિત અને લવચીક બનાવવાનો છે. પરંતુ યોગ કરવા છતાં પણ કોઈ ફાયદો થતો નથી તેવી કેટલાક લોકો ફરિયાદ કરે છે. લોકો સ્વસ્થ રહેવા યોગ કરે છે પરંતુ કયારેક આ સામાન્ય કામને નજર અંદાજ કરે છે. યોગ કરતી વખતે થતી કેટલીક સામાન્ય ભૂલના કારણે તેનો સંપૂર્ણ લાભ મળતો નથી.
યોગ વખતે થતી આ સામાન્ય ભૂલે ને ઓળખો
સામાન્ય રીતે સવારે યોગ કરવાથી વધુ લાભ થાય છે. પરંતુ વ્યસ્તતાના કારણે લોકો બપોરે યોગ કરે છે. બપોરે ભોજનના 3 થી 4 કલાકના સમયગાળા બાદ યોગ કરવો. અને શક્ય બને ત્યાં સુધી વહેલી સવારે યોગ કરવો. વોર્મ-અપ કર્યા વિના યોગ કરવાથી સ્નાયુઓમાં ખેંચાણ કે ઈજા થવાનું જોખમ વધે છે. યોગ હોય કે કસરત વોર્મ-અપ કરવું જરૂરી છે. કારણ કે વોર્મ-અપ કરવાથી તમારું શરીર તે કરવા તૈયાર થાય છે. યોગ કરતા પહેલા વોર્મ-અપ માટે સૂર્ય નમસ્કાર જ્યારે કસરત કરવા માટે સ્ટ્રેચિંગ અથવા જમ્પિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ઘણા લોકો આસનો કરતી વખતે શ્વાસ રોકી રાખે છે અથવા ખોટી રીતે શ્વાસ લે છે, જેનાથી શરીરને સંપૂર્ણ ફાયદો થતો નથી. તેથી, દરેક આસન સાથે શ્વાસ લેવાની અને બહાર કાઢવાની સાચી રીત શીખો.
યોગ કરતા આ બાબત ધ્યાનમાં રાખો
યોગ સવારે કરવાથી ફાયદો થાય છે. જમીન પર યોગ મેટ અથવા કોઈ જાડા આસન પર યોગ કરો. ઘોંઘાટિયા વાતાવરણ અથવા તો ઘરમાં બધાની અવરજવર રહેતી હોય તેવા સ્થાન પર યોગ કરવાથી ખલેલ પહોંચી શકે છે. યોગ કરો તે સ્થાન સ્વચ્છ અને વાતાવરણ શાંત હોવું જોઈએ. ફક્ત સરળ આસનો કરવાથી શરીરના કેટલાક ભાગો પર વધુ ભાર આવશે, જ્યારે અન્ય ભાગો નબળા રહેશે એટલે શરીરરની જરૂરિયાત મુજબ નવા આસન કરતા રહોત. શરીરને સંપૂર્ણ ફાયદો મળે નિષ્ણાત પાસેથી પહેલા યોગની તાલીમ લો પછી ઘરે જાતે કરો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


