તજ એક મસાલો છે જેનો ઉપયોગ વિશ્વભરમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે. તેનો ઉપયોગ ખાવામાં મસાલા તરીકે અને બેકિંગમાં પણ થાય છે અને તેને અનેક ખાદ્ય પદાર્થોમાં મિક્સ કરીને પણ વપરાય છે. પરંતુ શું તમે જાણો છો કે તજનો ઉપયોગ હજારો વર્ષોથી ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિઓમાં થતો રહ્યો છે? એનું કારણ એ છે કે તજ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.
બ્લડ પ્રેશર માટે ઉપયોગી
તજમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશર પર સોડિયમના અસરને ઓછી કરવા અને હૃદયગતિ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પોટેશિયમ તંત્રિકા તંત્રના કામકાજમાં પણ મદદરૂપ થાય છે.
હૃદય માટે ફાયદાકારક
મેગ્નેશિયમ અને કેલ્શિયમ મળીને હૃદયના ધબકારા (હાર્ટબીટ)ને યોગ્ય અને સતત રાખવામાં મદદ કરે છે. આ બન્ને હાડકાંના આરોગ્ય માટે પણ અગત્યના હોય છે અને હાડકાંને નબળાઈથી બચાવે છે.
તજમાં હોય છે સોજો ઘટાડવાના ગુણ
તજમાં સોજા વિરોધી ગુણ હોય છે. જેથી તે શરીરમાં લાંબા સમયથી ચાલી રહેલા ઈન્ફ્લેમેશન (ક્રોનિક સોજા)ને રોકવામાં અને સારૂં કરવામાં મદદરૂપ થઈ શકે છે.
ઑક્સિડેટિવ તણાવ ઘટાડે છે
તજમાં પોલીફેનોલ જેવા અનેક એન્ટીઑક્સિડન્ટ હોય છે, જે કોષોના નુકસાનને અટકાવે છે. તજના સેવનથી શરીરમાં એન્ટીઑક્સિડન્ટનું સ્તર વધે છે, જે શરીરમાં ઓક્સિડેટિવ તણાવ સામે લડે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


