સવારે ઉઠ્યા બાદ જમીન પર પગ મૂકતા જ કેટલાક લોકોના મોઢાંમાંથી ચીસ નીકળી જાય છે. પગમાં ભયંકર દુખાવો થવાના કારણે તમે બરાબર ચાલી શકતા નથી. ઉઠયા બાદ ચાલો ત્યારે દુખાવાના કારણે પગની એડી જમીન પર મૂકતા નથી. પગમાં આ ભયંકર દુખાવો એડીનો દુખાવો છે. લોકો એડીના દુખાવાને સામાન્ય સમજી અવગણે છે. લાંબા સમય સુધી આ દુખાવાથી પરેશાન થવા છતા તેમાં યોગ્ય સારવાર કરતા નથી. અને લાંબાગાળે આ સમસ્યા વધે છે.
એડીના ભયંકર દુખાવાના કારણો
એડીમાં દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા પરંતુ ઘણીવાર લોકોને સામાન્ય કાર્યમાં વધુ પરેશાન કરે છે. એડીમાં થતા આ ભયંકર દુખાવાનું કારણ લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે થાય છે. તેમજ પગના સ્નાયુઓ નબળા પડવા, ચાલવાની ખોટી આદત, તો કેટલાક સંજોગોમાં પગના અંગૂઠાના ખોટા આકારને કારણે પણ થાય છે. આ સિવાય કાયમ ભારે જૂતા પહેરવા, હાડકાં નબળા પડવા, થાઇરોઇડની સમસ્યા હોય તો પણ એડીમાં આ દુખાવો જોવા મળે છે. કેટલાક લોકોમાં ખાંડ અને યુરિક એસિડનું પ્રમાણ વધવાને કારણે તો વધુ પડતા વજનના કારણે પણ પગની એડીમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે.
એડીના દુખાવામાં કરો આ ઉપાય
એડીના દુખાવાને તબીબી ભાષામાં પ્લાન્ટાર ફેસીઆઈટીસથી કહે છે. આ દુખાવો જ્યારે કાયમી બની જાય ત્યારે દવા લીધા બાદ પણ રાહત મળતી નથી. હેલ્થ એક્સપર્ટ કહે છે એડીના દુખાવાના સામાન્ય ગણી અવગણતા આ પ્લાન્ટાર ફેસીઆઈટીસમાં સર્જરીની પણ નોબત આવી શકે છે. એટલે શક્ય બને તેટલા વહેલા આ સમસ્યાનું નિદાન કરવું. એડીના દુખાવામાંથી છુટકારો મેળવવા નિયમિત પણે સ્ટ્રેચિંગ કસરતો કરવી જોઈએ. તમે સ્ટ્રેચિંગ કસરતોમાં, તમારા અંગૂઠાને ઉપર અને નીચે ખસેડો. પગને સ્ટ્રેચ કરવાથી ફેસીયામાં રાહત મળે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


