સૂર્ય નમસ્કારને તમારા દિનચર્યામાં સામેલ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જાનો સંચાર થશે. દિનચર્યામાં સૂર્ય નમસ્કારને સામેલ કરી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. અભ્યાસોમાં પણ સાબિત થયું છે કે યોગ્ય આહાર સાથે દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી દુર્લભ બીમારીઓમાં ચમત્કારિક પરિણામ જોવા મળ્યા છે.
સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા
શરીરને ડિટોક્સિફાય કરવા માટે યોગાસનમાં સૂર્યનમસ્કાર એક શ્રેષ્ઠ આસન છે. આ આસન કરવાથી તમારું શરીર વધુ ફલેક્સીબલ બનશે. માસિકની સમસ્યા, સ્નાયુમાં ખેંચાણ અને કરોડરજ્જુની સમસ્યામાં આ આસન મદદરૂપ બનશે. માસિક ચક્ર નિયમિત થશે અને સ્નાયુઓની શિથિલતાપણું દૂર થશે. શરીર સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવવા માટે આ વધુ સારું આસન છે. આ આસનથી પાચનતંત્રની કામગીરીમાં સુધારો કરવામાં પણ મદદ મળશે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી કબજિયાત કે અપચો થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેઓ દરરોજ આ આસન કરે તો શ્રેષ્ઠ પરિણામ મળશે. સવારે ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરમાં અદ્ભૂત ફાયદા થશે.
સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ
સૂર્ય નમસ્કાર કે જેને સૂર્ય નમસ્કાર અથવા સૂર્યને નમસ્કાર પણ કહેવાય છે. આ આસન યોગાસનના તમામ આસનોમાં શ્રેષ્ઠ કહેવાય છે. ફક્ત આ આસન કરવાથી શરીરમાં મોટા લાભ થાય છે. હવે ડોક્ટરો પણ કહે છે કે શરીર નિરોગી અને સ્વસ્થ રાખવા સૂર્ય નમસ્કારને દીનચર્યામાં સામેલ કરવો જોઈએ. સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ હોય છે. આ 12 સ્ટેપમાં તમે સૂર્યની જેમ આકાર કરશો. એટલે જ આ આસનને સૂર્ય નમસ્કાર કહેવાય છે. દરરોજ સવારે ખાલી પેટે આ આસન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજૂબત થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


