આપણા વડીલો કહે છે કે સાચું સુખ એ શારીરિક સ્વસ્થતા છે. આરોગ્ય તંદુરસ્તી માટે વધુ મહેનત કરવી નહીં પડે. પરંતુ આપણી કેટલીક ખોટી આદતોને બદલવી પડશે. સ્વાદ પર કાબૂ મેળવી સ્વસ્થતા માટે શું જરૂરી તેના પર ધ્યાન આપવું પડશે. આજે મોટાભાગના લોકો ઘરનું ખાવાનું છોડી બહારનું ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બહારના 90 ટકા ખોરાકમાં મેંદાનો ઉપયોગ થાય છે. પીઝા, પાસ્તા, મોમોઝ જેવી અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ મેંદામાંથી બને છે. મેંદાનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવું ડોકટર પણ કહેવા લાગ્યા છે.
શરીર સ્વસ્થ રાખવા ડોકટરે આપી ટિપ્સ
શરીર સ્વસ્થ હશે તો આપણને અનેક કાર્યો પાર પાડી શકીશું. ફક્ત થોડી સમજણ અને કેટલીક સારી આદતો અપનાવીને શરીર સ્વસ્થ રાખી શકીશું. શરીર સ્વસ્થ રાખવા ડોક્ટરની આ ટીપ્સ જરૂર અપનાવવી જોઈએ. આ ટિપ્સ ફક્ત તમારા સ્વાસ્થ્યને સુધારશે નહીં, પરંતુ તમને દરરોજ ઉર્જાવાન અને સક્રિય પણ રાખશે તેમજ તમારા જીવનને પણ બદલશે. બદલાયેલ જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતના કારણે જ આજે લોકો દુર્લભ બીમારીના શિકાર થઈ રહ્યા છે. ડોક્ટર એટલે જ લોકોને સ્વસ્થ આહાર માટે રોજિંદા આહારમાંથી મેંદાનું સેવન દૂર કરવાની સલાહ આપે છે.
રોજિંદા આહારમાં આ લોટનો કરો ઉપયોગ
પીઝા જેવી મેંદાની વસ્તુઓ ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ સ્વાસ્થય માટે હાનિકારક છે. મેંદાનું સેવન કરવાથી શરીરને કોઈ પોષકતત્વો મળતા નથી. પરંતુ વજન ફટાફટ વધે છે. ઘઉંના લોટના નકામા પદાર્થમાંથી મેંદો બને છે અને તેમાં હાનિકારક રસાયણનું મિશ્રણ કરાય છે. એટલે શરીર માટે પચવામાં મેંદો વધુ ભારે છે. મેંદાના વધુ પડતા સેવનથી ડાયાબિટીસ જેવી બીમારીનું જોખમ વધે છે. રોજિંદા આહારમાં મેંદાના બદલે ઘંઉ, જવ, બાજરી, મકાઈ અને બેસનના લોટને સામેલ કરવા જોઈએ. આ તમામ લોટમાં સારા પ્રમાણમાં પોષકતત્વો છે. જે શરીર માટે જરૂરી છે. આ લોટના ઉપયોગથી શરીરમાં વિટામિન, મિનરલ્સ અને ખનીજની ઉણપ દૂર થશે.


