યુવાનોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. સ્થૂળતાપણું. ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટએટેકનું જોખમ વધ્યું છે. આજે યુવાનો એવી બીમારીનો શિકાર થઈ રહ્યા છે જે એક સમયે ઉંમર થયા પછી થતી હતી. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં હાર્ટએટેકથી મોત થવાનું જોખમ વધ્યું છે. અભ્યાસમાં સામે આવ્યું કે 25 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં આ ગંભીર સમસ્યા વધી છે. જીવનશૈલીમાં પરિવર્તન એ ગંભીર સમસ્યાનું મુખ્ય કારણ હોવાનું હેલ્થ એક્સપર્ટે કારણ આપ્યું છે.
યુવાનોમાં વધ્યું હાર્ટએટેકનું જોખમ
હેલ્થ એક્સપર્ટના મતે નાની ઉંમરે હાર્ટ એટેક આવવા પાછળ ઘણા કારણો હોય છે. પહેલાની સરખામણીએ અત્યારે લોકોની જીવનશૈલીમાં બહુ બદલાવ આવ્યો છે. બેઠાડુ જીવનશૈલી અને નિયમિત શારીરિક પ્રવૃત્તિનો અભાવ એ આજની દરેક સ્વાસ્થ્ય સમસ્યાનું મુખ્ય કારણ છે. લાંબા સમય સુધી બેસવું, મોબાઈલ અને કોમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય વિતાવવો, કસરતનો અભાવના કારણે માનસિક તણાવ વધે છે. જેની શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. વધુમાં, ખરાબ આહાર અને ઊંઘનો અભાવ પણ હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યો છે.
સામાન્ય બાબતોને અવગણવામાં આવે છે
સંશોધનમાં સામે આવ્યું છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને હાર્ટએટેક આવવાનું કારણ આ પરિબળો છે. હાર્ટ એટેકના 40ટકા દર્દીઓમાં અનિયમિત ખાવાની ટેવ, તણાવ, ધૂમ્રપાન અને વધુ પડતો દારૂનું સેવન જોવા મળ્યું. જેના કારણે ડાયાબિટીસ અથવા ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધ્યું. એક્સપર્ટ કહે છે કે શરીરની ગતિશીલતા સીધી હૃદય પર અસર કરે છે. જ્યારે શરીર પૂરતું સક્રિય નથી, ત્યારે તે ગંભીર નુકસાન પહોંચાડે છે.
જીવનશૈલી જાળવવી વધુ મહત્વપૂર્ણ
યુવાનો ફેશન અને સોશિયલ મીડિયાના ચક્કરમાં પૂરતી ઊંઘ લેતા નથી. શરીરને આરામ ના મળતા તણાવ વધવા લાગે છે. શરીરના અંગો યોગ્ય રીતે કાર્ય કરતા નથી. સામાન્ય કાર્યોને નજર અવગણવાની ભૂલ તેમને મોટી બીમારી તરફ લઈ જાય છે. હાર્ટએટેક જેવા ગંભીર રોગોથી બચવા દૈનિક કસરત, પૌષ્ટિક આહાર અને યોગ એ વાસ્તવમાં સ્વાસ્થ્ય સમસ્યાની દવા છે. હૃદયની સુરક્ષા માટે ખુશ જીવનશૈલી જાળવવી અને દરરોજ હલનચલન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


