સોમવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંત શપથ લેશે.તેમના શપથ સમારોહમાં અનેક દેશોના ન્યાયાધીશો પણ હાજર રહેશે
સાત દેશોના મુખ્ય ન્યાયાધીશો હાજર રહેશે
એવુ પહેલી વાર બનશે જ્યારે સાત દેશોના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
આ ન્યાયાધીશો રહેશે હાજર
બ્રાઝિલ ઉપરાંત, ભૂટાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશો અને તેમના પરિવારના સભ્યો પણ સમારોહમાં હાજરી આપશે.
ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં પહેલી વાર બનશે આ ઘટના
ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે અન્ય દેશોના ન્યાયિક પ્રતિનિધિમંડળો આટલી મોટી સંખ્યામાં કોઈ મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે.
વિદેશી મહેમાનો 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે
આ વિદેશી મહેમાનો 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાશે
આ પણ વાંચો—- Donald Trump Junior ભારતના બન્યા મહેમાન, અંબાણી પરિવાર સાથે ગણપતિ ભગવાનની કરી પૂજા


