મહિલા પ્રીમિયર લીગ 2026ની ઓક્શન 27 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે.આ મેગા ઓક્શન બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.આ ઓક્શનમાં કુલ છ ટીમો 277 ખેલાડીઓ માટે બોલી લગાવશે.આ ખેલાડીઓમાં 194 ભારતીય અને 66 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાંચ ટીમોએ અગાઉ 16 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
WPL 2026નું ઓક્શન ક્યારે થશે?
મહિલા પ્રીમિયર લીગ 2026 ની હરાજી ગુરુવાર, 27 નવેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યે નવી દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાશે.
WPL 2026ના ઓક્શન લાઇવ ક્યાં જોવી?
WPL 2026ના ઓક્શન વેન્ટનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ઇવેન્ટ કવરેજ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ઓક્શન 3:30 વાગ્યે શરૂ થશે.
દરેક ટીમ પાસે કેટલા પૈસા છે?
યુપી વોરિયર્સ – 14.5 કરોડ
ગુજરાત જાયન્ટ્સ – 9 કરોડ
RCB – 6.15 કરોડ
મુંબઈ ઇન્ડિયન્સ – 5.75 કરોડ
દિલ્હી કેપિટલ્સ – 5.7 કરોડ
WPL 2026 ઓક્શન નિયમો
દરેક ફ્રેન્ચાઇઝ મહત્તમ 18 ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકે છે. એક ટીમ ઓછામાં ઓછા 15 ખેલાડીઓ રાખી શકે છે.
પાંચ ટીમોમાં કુલ 73 સ્થાનો ઉપલબ્ધ છે, જેમાં 23 વિદેશી ખેલાડીઓ માટે અનામત છે.
પ્રથમ વખત, ટીમો તેમની 2025 ટીમોમાંથી ખેલાડીઓને પાછા ખરીદવા માટે મહત્તમ પાંચ રાઇટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરી શકશે.
જે ફ્રેન્ચાઇઝીઓએ ઓછા ખેલાડીઓને જાળવી રાખ્યા છે તેમની હરાજીમાં વધુ RTM અને વધુ પૈસા હશે.
ઓક્શન પહેલા ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા
મુંબઈ ઇન્ડિયન્સ: નેટ સાયવર-બ્રન્ટ (₹3.5 કરોડ), હરમનપ્રીત કૌર (₹2.5 કરોડ), હેલી મેથ્યુઝ (₹1.75 કરોડ), અમનજોત કૌર (₹1 કરોડ), જી. કમાલિની (₹50 લાખ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (₹3.5 કરોડ), રિચા ઘોષ (₹2.75 કરોડ), એલિસ પેરી (₹2 કરોડ), શ્રેયંકા પાટિલ (₹60 લાખ)
ગુજરાત જાયન્ટ્સ: એશ્લે ગાર્ડનર (₹3.5 કરોડ), બેથ મૂની (₹2.5 કરોડ)
યુપી વોરિયર્સ: શ્વેતા સેહરાવત (₹50 લાખ)
દિલ્હી કેપિટલ્સ: જેમીમાહ રોડ્રિગ્સ (₹2.2 કરોડ), શેફાલી વર્મા (₹2.2 કરોડ), એનાબેલ સધરલેન્ડ (₹2.2 કરોડ), મેરિઝાન કેપ (₹2.2 કરોડ), નિકી પ્રસાદ (₹50 લાખ)


