આ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સાયપ્રસના પ્રતિનિધિ ગૃહના પ્રમુખ મિસ અનિતા ડેમેટ્રિઓ કરી રહ્યા છે.
રાજકીય પ્રવાસમાં ઘણા વિઘ્ન
ભારત-સાયપ્રસ મિત્રતા અને બંને દેશો વચ્ચેના સંબંધો પર બન્ને દેશના નેતાઓએ ચર્ચા કરી હતી. અનિતા ડેમેટ્રિઓની મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. જ્યારે સાયપ્રસ સંસદના વર્તમાન સ્પીકર અનિતા ડેમેટ્રિઓ શાંત અને સંયમિત દેખાઈ શકે છે. તેમનો રાજકીય પ્રવાસ સરળ રહ્યો નથી. આ સ્તર સુધી પહોંચવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
સામાન્ય પરિવારમાં જન્મ
અનિતાનો જન્મ લાર્નાકાના ટ્રાઉલોસ ગામમાં થયો હતો. તેમણે 2012 માં 27 વર્ષની ઉંમરે સ્થાનિક સમુદાય પરિષદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેમણે 2013-2015 સુધી ડીસીના જિલ્લા સચિવ અને 2014-2016 સુધી લાર્નાકાના નાણાંકીય વ્યવસ્થાપક તરીકે સેવા આપી હતી. 2016માં એક વિવાદે તેમને રાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. સંસદીય ચૂંટણીઓ પહેલા, ડીસી પાર્ટીના આંતરિક મતદાનમાં અનિતાને લાર્નાકા બેઠક માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી હતી.
ટિકિટ બદલવાની રાજનીતિ રમાઈ
આ નિર્ણયથી સાયપ્રસમાં આક્રોશ ફેલાયો હતો. પક્ષના કાર્યકરો અને જનતા નારાજ હતા કે મતદાન પછી પણ ટિકિટ બદલવાની રાજનીતિ રમાઈ રહી છે. અંતે, તીવ્ર દબાણ પછી, યિયાનાકીએ રાજીનામું આપવાનું નક્કી કર્યુ અને અનિતાને ચૂંટણી લડવાની તક અપાઇ હતી. તેણી ચૂંટણી જીતી અને સંસદ સભ્ય બની હતી. આ વિવાદ દરમિયાન અનિતાનું શાંત અને સંયમિત વર્તન પાછળથી તેમનું રાજકીય ઓળખ બની ગયું. તેણીએ કોઈ પર આરોપ લગાવ્યો નહીં કે વિરોધ કર્યો નહીં, ફક્ત આગળ વધવાની વાત કરી હતી.
ગ્લેમરસ શૈલી બની ઓળખ
35 વર્ષની ઉંમરે, તે સાયપ્રસની પ્રથમ મહિલા અને સંસદની સૌથી નાની વયની સ્પીકર બની. તેની ગ્લેમરસ શૈલી માટે પણ જાણીતી, અનિતાએ સાયપ્રસ યુનિવર્સિટીમાંથી સામાજિક અને રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેણીએ કેન્ટ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર્સ કર્યું છે અને 2018 માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિકોસ અનાસ્તાસીયાડ્સ માટે ચૂંટણી પ્રવક્તા તરીકે સેવા આપી હતી. તેણીએ એન્ડ્રેસ કિપ્રિયાનોઉ સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચોઃ Meerut Muskan Case: પુત્રીના જન્મ બાદ મુસ્કાનનું હૈયાફાટ રુદન, સંતાનના પિતા મામલે ઉભા થયા અનેક સવાલ


