FBIના નિયમ-કાયદાને નેવે મુકીને કાશ પટેલે પોતાની પ્રેમિકા અલેક્સિસ વિલ્કંસને સુરક્ષા આપી હતી. જે મામલે હવે તપાસનો દૌર શરુ થયો છે.
કાશ પટેલ પર વિવાદના વંટોળ
અમેરિકાના તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIના ડાયરેક્ટર કાશ પટેલ પ્રેમિકાના કારણે મોટા વિવાદમાં ફસાતા જોવા મળ્યા છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે તેમને સત્તા પરથી દુર કરવા મામલે વિચારણા હાથ ધરી છે. કાશ પટેલ આરોપ છે કે, તેઓએ પોતાની પ્રેમિકા અને કંટ્રી સિંગર અલેક્સિસ વિલ્કંસને સુરક્ષા આપવા માટે સરકારી નિયમોને નેવે મુક્યા હતા. તેઓએ FBI એજન્ટસનો ઉપયોગ કર્યો હતો. સમીક્ષકોએ જણાવ્યુ હતુ કે, આ પ્રકારની હરકત FBIના પ્રોટોકોલનું ઉલ્લઘંન સમાન છે.
ડોનાલ્ડ ટ્રમ્પ લઇ શકે છે નિર્ણય
‘MS NOW’ની રિપોર્ટ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ પટેલને તેમની સત્તા પરથી દુર કરવા માટે વિચાર કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. હાલના સમયમાં કાશ પટેલના નકારાત્મક વર્તનને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. કાશ પટેલ પર FBIની સુરક્ષાનો ઉપયોગ ખાનગી કામ માટે કરાતા તેમના પર અનેક પ્રશ્નો ઉભા થાય છે. કાશ પટેલ માટે હવેનો સમય સૌથી ગંભીર બની રહ્યો છે.
ખાનગી કાર્યક્રમ માટે કરાયો સરકારી સામાનનો ઉપયોગ
અમેરિકાના એટોર્ની જનરલ પૈમ બોન્ડી એફબીઆઇ ડાયરેક્ટર કાશ પટેલ અને ડૈન બોંગિનોથી નારજ છે. કારણ કે, કાશ પટેલે ઘટનાની ગંભીરતા સમજ્યા વગર અમુક સોશિયલ મીડિયા પોસ્ટ જાહેર કરી હતી. જેના કારણે તપાસ એજન્સીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કરદાતાઓના નાણાંનો દુરુપયોગ કરીને તંત્ર વધુ મુશ્કેલીમાં મુકાયુ હતુ. વ્હિસલબ્લોઅરે આરોપ લગાવ્યો હતો કે, સરકારી જેટનો ઉપયોગ કાશ પટેલે પોતાની પ્રેમિકાના કાર્યક્રમમાં જવા માટે ઉપયોગ કર્યો હતો.
કોણ બની શકે છે ડાયરેક્ટર ?
ડોનાલ્ડ ટ્ર્મ્પ સપ્ટેમ્બરમાં એન્ડ્રુ બેલીને કૉ-ડિપ્ટી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. બેલી મિસૌરીના ભૂતપૂર્વ એટોર્ની જનરલ રહી ચુક્યા છે. અને એજન્સીમાં તેમની છવિ સ્થિર અને ગંભીર છે. ફેડરલ કાયદા મુજબ, બેલી 15 ડિસેમ્બર બાદ એફબીઆઇના કાર્યવાહક ડાયરેક્ટર બનાવવામાં આવી શકે છે. અને સંસંદીય સમિતિની પુષ્ટી વિના 210 દિવસ સુધી પદ પર રહી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે વ્હાઇટ હાઉસ કાશ પટેલનું સમર્થન કરી રહ્યુ છે. પરંતુ વિવાદ અને નકારાત્મક છવિના કારણે કાશ પટેલ પર નિર્ણય વહેલી તકે આવી શકે છે.
આ પણ વાંચોઃ Entertainment: ભાઇ માટે લડત લડતી Celina Jaitlyએ હવે પતિ Jeter Haag વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો


