હોંગકોંગમાં એક રહેણાંક ટાવરમાં ભીષણ આગ લાગી છે. ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો ગુમ થવાની આશંકા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
હોંગકોંગમાં એક રહેણાંક ટાવરમાં ભીષણ આગ
New Jersey થી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ મુજબ હોંગકોંગના તાઈપો વિસ્તારમાં વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. આગને કારણે ગભરાટ ફેલાયો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ધુમાડા અને જ્વાળાઓના ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળી રહ્યા છે. આગને કાબુમાં લેવા માટે 700 ફાયર ફાઇટરોને તૈનાત કરવામાં આવ્યા હતા.
700 ફાયર ફાઇટરોને તૈનાત કરવામાં આવ્યા
હોંગકોંગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાઈ પો જિલ્લો ચીનના નાણાકીય કેન્દ્રના ઉત્તરીય ભાગમાં આવેલો છે. ટાવર્સમાં ઘણા લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગ્યા બાદ અનેક ફાયર વાહનો ઘટનાસ્થળે હાજર હતા. ફાયર સર્વિસ વિભાગે નજીકના રહેવાસીઓને ઘરની અંદર રહેવા, દરવાજા અને બારીઓ બંધ રાખવા અને શાંત રહેવાની સલાહ આપી છે.
17 વર્ષ પહેલાં હોંગકોંગમાં આવી જ આગ લાગી
90% લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના બાદ ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ભીષણ આગને લેવલ 5 આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હોંગકોંગમાં લેવલ 5 શ્રેણીની છેલ્લી મોટી આગ લગભગ 17 વર્ષ પહેલાં લાગી હતી, જ્યારે ચાર લોકોના મોત થયા હતા. ઘાયલો અને અસરગ્રસ્તો માટે હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Imran Khan મામલે વધ્યો સસ્પેન્સ, આ મુખ્ય મુદ્દાઓ બની રહ્યા છે કારણ
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


