અકસ્માતમાં બસે ગુમાવતા તે ઝાડ સાથે અથડાઈ હતી. અને તેમાં સવાર 12 લોકો ઘાયલ થયા હતા.
બાઇક સવારનું થયુ મોત
હિમાચલ પ્રદેશમાં બસ કાંગડાથી ગગ્ગલ જઈ રહી હતી અને બાઇક ગગ્ગલથી કાંગડા આવી રહી હતી. આ દરમિયાન બન્ને વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવારનુ મોત થયુ હતુ. અને બસમાં બેસેલા 12 લોકો ઘાયલ થયા હતા. કાંગડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત મામલે તપાસ શરુ કરી હતી.
પોલીસ તપાસ શરુ
કાંગડા પાસે થયેલો બસ અને બાઇક વચ્ચેનો અકસ્માત ભયાનક હતો. બસ સાથે અથડાયા બાદ બાઇક અને યુવાન બંને દૂર સુધી પટકાયા હતા. બાઇકના ટાયર ફાટી ગયા હતા અને રસ્તા પર અન્ય ભાગો વિખેરાઈ ગયા હતા. યુવક સ્પોર્ટ્સ બાઇક ચલાવી રહ્યો હતો. જેના કારણે તેણે વળાંક પર કાબુ ગુમાવ્યો અને પુલ પરથી આવતી બસ સાથે અથડાયો હતો. અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બસ ઝાડ સાથે અથડાઈ
બાઇકથી બચવાનો પ્રયાસ કરતી વખતે ખાનગી બસ પણ ઝાડ સાથે અથડાઈ હતી. બસમાં સવાર કેટલાક મુસાફરોને પણ ઇજા થઈ હતી. ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Thailand Flood: 300 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો કુદરતનો આ ખૌફનાક નજારો, પૂરની આ સ્થિતિ માટે કોણ જવાબદાર?


