એક તરફ જ્યારે બુધવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. બજારમાં મજબૂત માંગ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આવતા મહિને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે એટલે કે ગુરુવારે સોનાના ભાવમાં થોડી રાહત મળી છે. આજે સોનાના ભાવની વાત કરીએ તો, હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે તેવામાં સોના ચાંદીની માગ વધે તે સ્વાભાવિક છે. ત્યારે જો તમે પણ સોનું ખરીદવા માગતા હોવ તો આજે સોનાનો કેટલો ભાવ છે તે ચકાસો.
આજે સોનાનો ભાવ
ગુરુવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,27,750 હતો, જે ગઈકાલની સરખામણીમાં ₹160 નો ઘટાડો દર્શાવે છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,17,100 પ્રતિ ગ્રામ છે, જે બુધવારની સરખામણીમાં ₹150 નો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹120 ઘટીને ₹95,810 પ્રતિ ગ્રામ થયો છે.
આજે ચાંદીનો ભાવ
ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1730 અને પ્રતિ કિલોગ્રામ ₹1,73,000 છે. જે ગઈકાલ કરતાં અનુક્રમે ₹40 અને ₹4000 વધુ છે. ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો દ્વારા નક્કી થાય છે, જે બંને દિશામાં વધઘટ થાય છે. તે ડોલર સામે રૂપિયાની ચલણની ગતિવિધિ પર પણ આધાર રાખે છે. જો ડોલર સામે રૂપિયો ઘટે અને આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે, તો ચાંદી વધુ મોંઘી થશે.
મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,27,800 | 1,17,150 |
| ચેન્નાઇ | 1,28,400 | 1,17,700 |
| સુરત | 1,27,800 | 1,17,150 |
| મુંબઇ | 1,27,750 | 1,17,100 |
| દિલ્હી | 1,27,900 | 1,17,250 |
| કોલકાતા | 1,27,750 | 1,17,100 |
| વડોદરા | 1,27,800 | 1,17,150 |
વધુ વાંચો- Cyclone Senyar: આવી રહ્યું છે ચક્રવાત સેન્યાર… આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર


