ઇમરાન ખાન મામલે લડતને મજબૂત બનાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે 3 ફ્રન્ટ તૈયાર કર્યા છે.
ત્રણ ફ્રન્ટ પર મોર્ચો તૈયાર
પાકિસ્તાનના રાવલપિંડીમાં રસ્તા પરની લડાઇ ખૈબર પખતૂનખવ્વાહના સીએમ સોહેલ લડશે. કોર્ડિનેશનનું કામ મહમૂદ અચકચઇ માર્ગદર્શન કરશે. કાયદાકીય લડાઇની જવાબદારી ઇમરાન ખાનની બહેનો ઉઠાવશે. રાવલપિંડીની અદિયાલ જેલમાં કેદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાન મામલે તેમની પાર્ટી હવે આર-પારની લડાઇ કરવા માટે તૈયાર છે. પીટીઆઇના કાર્યવાહક અધ્યક્ષ બૈરિસ્ટર ગૌહર મુજબ, કૉર્ડિનેશનની જવાબદારી મહમૂદ અચકચઇને સોંપાયો છે. અચકચઇ સીનિયર નેતા છે અને તેમને હાલમાં પાકિસ્તાન એસેમ્બલીમની અંદર નેતા પ્રતિપક્ષ માટે તેમને નેમિનેટ કર્યા છે.
રસ્તા પરની લડાઇની જવાબદારી સોહેલ આફરીદી પાસે
ઇમરાન ખાનને જેલની બહાર કાઢવા માટે પીટીઆઇના કાર્યકર્તા હવે યોજના બનાવી રહ્યા છે. તેઓ રસ્તા પર પ્રદર્શનો કરશે. ડિસેમ્બરના મધ્યમાં આ માટે યોજના બનાવવામાં આવશે. પીટીઆઇના પ્રયત્ન ઇસ્લામાબાદ પાસે મોટી રેલી પણ આયોજિત કરાશે. આ રેલી ત્યારે જ કરી શકાશે જયારે, તંત્ર આ મામલે પરવાનગી આપે. અદિયાલ જેલની બહાર વિરોધ કરાશે. અને ચક્કાજામ પણ કરવામાં આવશે.
બહેનો લડશે કાયદાકીય લડત
ઇમરાન ખાનની કાયદાકીય લડત માટે તેમની બહેનો મેદાનમાં ઉતરશે. ઇમરાન ખાનના મુદ્દા પર તેમની બહેન અલીમા ઇસ્લામાબાદ હાઇકોર્ટ પહોંચ્યા હતા. અલીમાએ આરોપ લગાવ્યો છે કે, કોર્ટના આદેશ બાદ પણ ઇમરાન ખાન સાથે તેમની મુલાકાત કરવા દીધી નથી. અલીમાએ જેલ તંત્ર પર કોર્ટના અનાદરનો કેસ નોંધ્યો છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રીએ ઇમરાન ખાન મામલે કહ્યુ છે કે, તેમના બહેન જે દર્શાવી રહ્યા છે તે ખોટી વિગતો છે. તેથી તેમને ઇમરાન ખાન સાથે મળવા દેવામાં આવ્યા નથી.
સોશિયલ મીડિયા પર પુત્ર કાસિમ સક્રિય
ઇમરાન ખાનના પુત્ર કાસિમ સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેઓએ પોસ્ટ કર્યુ છે કે, જો તેમના પિતાને કંઇ પણ થયુ છે તો તેના માટે પાકિસ્તાન સરકાર અને અસીમ મુનીર જવાબદાર રહેશે. કાસિમે વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાન આર્મી સ્પષ્ટ કરે કે, તેમના પિતા કઇ સ્થિતિમાં છે. કાસિમે ઇમરાન ખાન સાથે મુલાકાત કરવા માટે માંગ કરી છે.
આ પણ વાંચોઃ Business News: ભારતની અર્થવ્યવસ્થાએ બતાવ્યો દમ, બીજી ત્રિમાસિકમાં 8.2% વધી દેશની GDP


