લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હીમાં ફરી આતંકી ઘટનાને અંજામ આપવા માટે આ આતંકીઓ એકત્ર થયા હતા.
ISI સાથે જોડાયા છે તાર
દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સ્પેશિયલ સેલ પોલીસે 3 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ ISI સાથે સંકળાયેલા હતા. ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીઓ આતંકી શહઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન સમર્થિત ગેંગસ્ટર મોડ્યૂલનો પર્દાફાશ કર્યો થે. આ મોડ્યુલનો મુખ્ય આકા શહઝાદ ભટ્ટી છે. જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ઇશારા પર કામ કરે છે.
આતંકી યોજનાને બનાવી નિષ્ફળ
દિલ્હી પોલીસે ત્રણ આતંકીને દબોચ્યા છે. આ આતંકીઓ ઉત્તરપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં પકડાયા છે. સ્પેશિયલ સેલની એન્ટી ટેરર યૂનિટે ગુપ્તચર માહિતીના આધારે આ ધરપકડ કરી છે. અને દિલ્હીમાં મોટી આતંકી યોજનાને નિષ્ફળ બનાવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાં પંજાબ સાથે જોડાયેલા શંકાસ્પદ પ્રમુખો છે. જેઓ ગુનાહિત નેટવર્કના માધ્યમથી હથિયાર અને વિસ્ફોટની હેરાફેરી કરતા હતા. આ જુથના અન્ય આતંકીઓ લખનઉ, મુરાદાબાદ અને મધ્યપ્રદેશના અન્ય ક્ષેત્રમાંથી પકડવામાં આવ્યા છે.


