આન્દ્રે રસેલ એક જમૈકાના ઓલરાઉન્ડર ક્રિકેટર છે જે પોતાના વિસ્ફોટક બેટ્સમેન અને જોરદાર બોલિંગ માટે જાણીતા છે. તેમણે હાલમાં IPL 2026ના ઓક્શન પહેલા જ IPL માંથી સંન્યાસ લીધો છે, પરંતુ તે હવે KKR સાથે એક પાવર કોચના રૂપમાં નવી ભૂમિકા નિભાવશે.તેમણે જુલાઈ 2025 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
બાળપણથી જ હતો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો
આન્દ્રે રસેલનો જન્મ 29 એપ્રિલ 1988માં થયો હતો. બાળપણમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અને આર્થિંક તંગીમાંથી નીકળીને પોતાના સપના પાછળ દોડનારા આન્દ્રે રસેલ આજે પોતાના મુકામ પર પહોંચ્યા છે. તેની માતા, સાન્ડ્રા ડેવિસ, એક શાળા શિક્ષિકા હતી અને ઇચ્છતી હતી કે આન્દ્રે 19 વર્ષની ઉંમરે હાઇસ્કૂલ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે જેથી તેને વહેલા સ્થિર નોકરી મળી શકે.પરિવારનો ખર્ચ ઘણો વધારે હતો. રસેલ ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો. દરમિયાન, આન્દ્રેને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. શાળા બાદ તેમનું બીજુ ઘર ક્રિકેટનું મેદાન હતું.
આન્દ્રે એ બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તે ક્રિકેટર બનશે અને તેણે તેની માતા પાસે બે વર્ષનો સમય માંગ્યો.તેમણે વચન આપ્યું હતું કે તેઓ તેમને નિરાશ નહીં કરે. એક સામાન્ય શિક્ષક માટે તેમના પુત્ર ક્રિકેટમાં આટલું મોટું નામ હાંસલ કરશે તેવી કલ્પના પણ કરવી મુશ્કેલ હતી, પરંતુ તેમને તેમના પુત્રના જુસ્સામાં વિશ્વાસ હતો અને આજે એજ જુસ્સાએ એક બેસ્ટ બેટ્સમેન તરીકે બનાવીને ઉભર્યા.
એક રાત્રે ફોન આવ્યો અને બદલાઇ કિસ્મત
2012માં જમૈકાના આ ખેલાડી આન્દ્રે રસેલે આઇપીએલમાં એન્ટ્રી કરી અને નસીબનુ પન્નુ ફરી ગયુ. તે સમયે તેમણે કહ્યું હતું કે, હું વોર્સેસ્ટર લીગમાં હીરો હતો અને મારા સાથી ખેલાડીઓ હંમેશા મને કહેતા હતા કે હું વેસ્ટ ઈન્ડિઝ માટે રમીશ.ઇગ્લેન્ડમાં એક દિવસ મને WICB વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ પસંદગી સમિતિના અધ્યક્ષનો ફોન આવ્યો કે શું તમે ઈંગ્લેન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ A ટીમમાં જોડાવવા માગો છો અને ત્યાર બાદ જ મેં સવારે 3 વાગ્યે ઉત્સાહમાં પુશ-અપ્સ કરવાનું શરૂ કર્યું. ત્યારે હું 21 વર્ષનો હતો.
આન્દ્રે રસેલની લવ સ્ટોરી
આન્દ્રે રસેલના અંગત જીવનની પણ ઘણી ચર્ચા થઈ છે. તેણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને મોડેલ જેસિમ લોરા સાથે લગ્ન કર્યા છે.જેસિમ લોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેણીએ આન્દ્રેની કારકિર્દીના ઉતાર ચઢાવ દરમિયાન તેને સાથ આપ્યો છે. તેમને એક પુત્રી પણ છે.
ક્રિકેટ કરિયર
વેસ્ટ ઇન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. 2012 અને 2016ની આઇસીસી વર્લ્ડ કપ ટી20 વિજેતા ટીમના ભાગ હતા.
ટી 20 લીગોમાં 300 થી વધારે મેચ રમ્યા છે
તે IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વતી રમી ચૂક્યો છે.


