ઇન્ડોનેશિયાના સુમાત્રા વિસ્તારમાં આવેલા ત્રણ પ્રાંતોમાં અચાનક આવેલા પુર અને ભૂસ્ખલને ભારે વિનાશ વેર્યો છે. દેશની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે આ આફતમાં કુલ 303 લોકોનાં મોત થયા છે અને હજુ પણ 279 લોકો ગુમ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
ઇન્ડોનેશિયાના સુમાત્રા વિસ્તારના ભારે વરસાદના કારણે આવેા પુર અને ભૂસ્ખલને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધી 300 થી વધુ લોકોનાં મોત થયા છે અને 250 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હજારો લોકો પોતાનુ ઘર રહેવાની જગ્યા ગુમાવી ચૂક્યા છે. અનેક વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને જણાવ્યું કે સેના, પોલીસ અને સ્વયંસેવી સંસ્થાઓની બધી ટીમો સતત રાત-દિવસ કાર્ય કરી રહી છે. સરકારે આંતરરાષ્ટ્રીય મદદની ઓફર પણ સ્વીકારી છે
300 થી વધુ લોકોનાં મોત
પૂરમાં અત્યાર સુધીમાં 303 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે 279 લોકો હજુ સુધી ગુમ છે. હજારો લોકો ઘરવિહોણા થયા છે અને અનેક વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. ઉત્તર સુમાત્રા (North Sumatra)માં સૌથી વધુ જાનહાનિ થઈ છે. અહિયા 166 લોકોનાં મોત થયા છે અને 143 લોકો ગુમ છે. પશ્ચિમ સુમાત્રા (West Sumatra)માં 90 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને 85 લોકો ગુમ છે. જ્યારે આચેમાં 47 મોત નોંધાયા છે અને 51 લોકો ગુમ છે.
પૂરમાં આખાને આખા ગામડાં ડૂબ્યા
અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને પહાડી વિસ્તારોમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે. અનેક ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ અને પુલો તૂટવાથી રાહત ટીમોને ત્યાં પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હેલિકોપ્ટર અને નાવની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.


