BCCIએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે પહેલા ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, પસંદગી સમિતિના વડા અજિત અગરકર અને અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે જેમાં કેટલીક તાત્કાલિક બાબતો પર ચર્ચા કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે ચર્ચાઓ થશે.જેમણે બંનેએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતને જીત અપાવી હતી. કોહલી અને રોહિત તાજેતરમાં વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
ભારતીય ક્રિકેટમાં ફરી એક વખત હલચલ
ભારતીય ક્રિકેટમાં ફરી એક વખત હલચલ વધી ગઈ છે.દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચ પહેલા, BCCI એ મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને બોર્ડના કેટલાક ટોચના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. મેચના થોડા કલાકો પહેલા યોજાયેલી આ બેઠક અનેક ગંભીર ચિંતાઓ ઉભી કરી રહી છે.
અચાનક બેઠક શા માટે ?
મીડિયા રિપોર્ટ અનુસાર BCCI સચિવ દેવજીત સૈકિયા સંયુક્ત સચિવ પ્રભતેજ સિંહ ભાટિયા કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર બેઠકમાં હાજર રહેશે. BCCIના નવા પ્રમુખ મિથુન મનહાસ હાજરી આપશે કે કેમ તે સ્પષ્ટ નથી. જોકે, વિરાટ કોહલી, રોહિત શર્મા અથવા અન્ય કોઈ વરિષ્ઠ ખેલાડીને આ બેઠકમાં બોલાવવામાં આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.


